________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭
૪૯
જે લોકોને અનાદિ અનંત કહો છો –(.પ ૨) હોવાશે. અને (अ.१०-सूत्र-५) तदनन्तरमूवं गच्छन्त्यालोकान्तात भां ५५ लोक शहनो ઉલ્લેખ કર્યો પણ આ લોક કેવો છે – કઈ રીતે રહેલો છે તે તો જણાવો –
(૧) આ લોક પંચાસ્તિકાય ના સમુદાય રૂપ છે. ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય આ પાંચે અસ્તિકાયનોસમુદાયતેલોક જિનીવ્યાખ્યાઅધ્યાય ધ સૂત્ર-અનેરમાં અને વિશેષથી આખા પાંચમા અધ્યાયમાં કહેવાશે
(૨) કેટલાંક – લોક ને છ દ્રવ્યોનો સમયવા પણ કહે છે. (૩) ક્ષેત્રની અપેક્ષાએ આ “લોક' ત્રણ પ્રકારનો છે.અધો-ઉર્ધ્વતિયંગ અથવા મધ્ય. (૪) રજજૂ પ્રમાણની અપેક્ષાએ આ લોક ચૌદ રાજ-પ્રમાણ કહયો છે.
આ રીતે લોકપચાસ્તિકાય, ષ દ્રવ્ય, ત્રણ વિભાગ કે ચૌદ રાજલોકનો પ્રદર્શક છે. જેની વિસ્તારથી વ્યાખ્યા બે પ્રકારે અહીં રજૂ કરી છે.
(૧) પ્રથમ વ્યાખ્યા ચૌદ રાજલોક અને ત્રણ ભેદને આશ્રીને (૨) બીજી વ્યાખ્યા : પદવ્ય અને પંચાસ્તિકાયને આધારે
* પહેલી વ્યાખ્યાઃ ચિરકાળથી ઊંચા ધ્વાસે રહેલો હોવાથી તથા વૃદ્ધાવસ્થાને લીધે બહુ થાકી ગયેલો કોઈ પુરુષ કેડ ઉપર બે હાથ મૂકીને ઉભો હોય – તેના જેવો આ લોક છે.[અથવા તો અધોમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ઠ ભાગ ઉપર એક નાનું શરાવ સંપુટ હોય – તો જેવો આકાર દેખાય તેવા આકારે આ લોક રહેલો છે]
[આ લોક શાશ્વત છે. કોઇએ એને ઘરી રાખ્યો નથી. કોઈએ બનાવ્યો નથી પણ સ્વયં સિદ્ધ છે. કોઈપણ જાતના આશ્રયકે આધાર વિના આકાશમાં સ્થિત છે]
આવાવરૂપવાળાઆઅખિલલોકના ઊંચાઈમાંચૌદવિભાગધેલા છે. જેના પ્રત્યેક વિભાગને રજજુ (રાજ) કહે છે. ચૌદ રાજવાળો એલોક તે ચૌદ રાજલોક કહેવાય છે.
* રજજુનું માપ: એક રાજનું માપ રજજુ પ્રમાણ કહયું છે. તે એટલું બધું વિશાળ છે કે તેને યોજનોની સંખ્યામાં દર્શાવી શકાય તેમ નથી. એટલે તેને ઉપમા વડે દર્શાવવામાં આવ્યું છે. કેમકે નિમેષ માત્રમાં લાખ યોજન જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તે “રજજુ'.
અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર મણ ભાર વાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસ, છ દિવસ, છ પહોર, છઘડી, છ સમયમાં જેટલું અંતર કાપે તે “રજજુ'.
ચૌદ રાજની દષ્ટિએ લોકના ત્રણ ભેદઃ આવા સાત (રજજુ) રાજથી કંઈક અધિક “અધોલોક” છે. અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં “ઉર્ધ્વલોક” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org