________________
પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાછળ આવી દરેક વસ્તુનો ખ્યાલ પણ કાળ-દ્રવ્યથીજ આવે છે.
(૫) પુદ્ગલઃ પૂરણ અને ગલન સ્વભાવવાળું, અણુ અને સંઘરૂપ વર્ણાદિગુણવાળું દ્રવ્ય.
– પૂરણ એટલે ભેગા થવું અથવા એકબીજાની સાથે જોડાવું – ગલન એટલે છૂટા પડવું -વર્ણાદિ–ગુણ એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો જેમાં સમાવેશ થાય છેતે. (૬) જીવઃ આત્મા અથવા ચૈતન્ય શક્તિ. - શરીરથી ભિન્ન ચૈતન્ય ગુણવાળો આત્મા તે જીવ. – જીવન શકિત ધારવાના ગુણને લઈને તે જીવ કહેવાય છે.
* પાંચ અસ્તિકાય રૂપ લોકઃ ઉપરોકત જે છ દ્રવ્યો જણાવ્યા, તેમાં કાળ નામનાદ્રવ્યને બાદ કરતા બાકીનાપાંચ-ધર્મ, અધર્મ,આકાશ, પુદ્ગલ, જીવને અસ્તિકાય પણ કહયા છે. ગત વ તે ગયા વ તિવાયા: અસ્તિ શબ્દ પ્રવાહની નિયતાને જણાવવા અહીં પ્રયોજાયેલ છે. જય શબ્દ પ્રદેશ અવયવના બહુત્વને જણાવે છે. ' આ પાંચ અસ્તિકાયના સમુહને લોક કહયો છે. જેની વ્યાખ્યા ઉપરોકત થવ્ય માં અપાઈ ગઈ છે. છતાં ભાષ્યકાર એક મહત્વનો મુદ્દો જણાવે છે કે-લોકની મયાર્દી ઘર્મ-અધર્મ એ બે અસ્તિકાય ના નિમિત્તે ગોઠવાયેલી છે. કેમકે ગમન કરવામાં કારણભૂત ધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં સહકારી અધર્માસ્તિકાય છે. હવે જો આ બે કારણ જ ન હોય તો દ્રવ્યની ગતિ અને સ્થિતિ ની મર્યાદા જ કઈ રીતે રહી શકે?
પહેલાં તો પુદ્ગલ અને જીવની ગતિ કે સ્થિતિ થઈ શકે નહીં બીજી વાત એ કે અમુક હદ સુધી બંને દ્રવ્યોનું ગમન કે અવસ્થાન શક્ય છે તેથી આગળ નહીં, તેવું પણ નકકી કરવું મુશ્કેલ છે.. - હવે જયારે લોકની મર્યાદા તો અનાદિ કાળથી સિદ્ધ જ છે તો તેનું કારણ પણ પ્રસિદ્ધ હોવું જોઈએ. તેથી જ અહીં તે મર્યાદાના કારણરૂપ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ને જણાવે છે. જેટલી હદ સુધી આ બંનેનું અસ્તિત્વ છે તેટલી હદ સુધી જજીવ અને પુદ્ગલ અસ્તિકાય નું ગમન અને અવસ્થાન થઈ શકે છે અને તેટલી જ લોક ની મર્યાદા છે.
– ઉપસંહાર–પુરુષ સંસ્થાનાનુસાર ત્રણ ભેદે લોક કે પદવ્યાત્મક લોક બંને રીતે જે વ્યાખ્યા કરાઇ તે સમગ્ર ચર્ચાનો ઉપસંહાર કરતા સિદ્ધસેનીયટીકામાં પ્રશમરતિપ્રકરણ ની ગાથા ૨૧૦,૨૧૧ નો હવાલો આપી ને ઉપસંહાર કર્યો છે કે –
जीवाजीवौ व्यमिति षड्विध भवति लोकपुरुषोऽयम् । वैशाख स्थानस्थः पुरुष इव कटिस्थकर युग्मः तत्रधोमुख मल्लक संस्थानं वर्णयन्त्यधोलोकम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org