________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૬
જ ક્યા સંઘયણવાળો જીવ કઈ નરકાસુધી ઉત્પન થાય? - (૧) સેવાર્તસંઘયણ વાળો જીવ વધુમાં વધુ બીજી નારકી સુધી જઈ શકે - (૨) કીલિકા સંઘયણ વાળો જીવ ત્રીજીનરકભૂમિ સુધી જઈ શકે. - (૩) અર્ધનારચ સંઘયણ વાળો જીવ ચોથી નરકભૂમિ સુધી જઈ શકે. . – (૪) નારાચસંઘયણ વાળો જીવ પાંચમીનરકભૂમિ સુધી જઈ શકે. – ૫) ઋષભ નારાચસંઘયણ વાળો જીવ છઠ્ઠીનરકભૂમિ સુધી જઈ શકે. – (૬) વરષભનારાચસંઘયણ વાળો જીવ સાતમી નરકભૂમિ સુધી જઈ શકે.
આ બધી વાત ઉત્કૃષ્ટથી સમજવી જઘન્યથી તો રપ્રભા નારકીના પ્રથમ પ્રતરે પણ જન્મ પામી શકે.
જ કયાજીવો નરકમાંથી આવેલા હોઈ શકે અને પુનઃનરકમાં જવાની સંભાવના વાળા છે.
–અતિક્રુર અધ્યવસાયવાળા સર્પ,સિંહાદિ,ગીધ વગેરે પક્ષીઓ મત્સ્ય વગેરે જળચર જીવો પ્રાયઃ કરીને નરકમાંથી આવ્યા હોય અને પુનઃનરકમાં જવાની સંભાવનાવાળા છે.
અહીં નરકની જે ગતિ-આગતિ કહી તે નિયમ જ છેતેમ ન સમજવું સામાન્યથી તેમના અધ્યવસાયો આવા અશુભ વર્તતા હોય છે. માટે તેને નરકમાંથી આવેલા અને નરકમાં જનારા કહયા બાકી ચંડકૌશિક સર્પની જેમ અધ્યવસાયો શુભ થઈ જાયતો નરકને બદલે દેવલોકમાં પણ જઇ શકે છે.
જ કયા પદાર્થો નરકમાં ન હોય? રિત્નપ્રભા નરકને છોડીને બાકીની છેનરકભૂમિમાં દ્વિીપ, સમુદ્ર, પર્વત કુંડ,મોટાદૂહ,તળાવ,નાનાદ્રહ એ બધાની રચના હોતી નથી એ જ રીતે આ ભૂમિમાં બાદરવનસ્પતિકાય,વૃક્ષ તૃણ-ઘાસ,નાનાનાના છોડવા,બેઇન્દ્રિયાદિતિર્યજીવ,મનુષ્ય ચારે નિકાયના દેવ-એમાંનુ કોઈપણ આ નરકભૂમિમાં હોતુ નથી.
શંકા- અહીં રત્નપ્રભાભૂમિનું વર્જન કેમ કર્યું?
રત્નપ્રભા નરક પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ યોજન છે.તેમાં ઉપરના ૧૦૦૦યોજન અને નીચેના ૧૦0૭યોજન છોડી દઈ વચ્ચેના ૧,૭૮,૦૦૦યોજનમાં ૧૩ પ્રતરો છે. તે પ્રતિરોમાં ૩૦લાખ નરકાવાસો છે.
હવે ઉપરજે ૧છયોજન છોડી દીધા છે. તેમાં પણ ઉપરનીચે ૧0-૧૦યોજન જવા દેવા.વચ્ચેના ધ્યાનમાં યંતરનિકાયના ૮પ્રકારના દેવો રહેછે.
ઉપરના છોડેલા ૧૦૦થાનમાં પણ ઉપર-નીચે ૧૦-૧૦યોજન છોડી દેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org