________________
૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –પહેલી પાંચ નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને સર્વવિરતિ પણાને પામી શકે પણ મોક્ષે જાય નહીં
–પહેલી છ નરકભૂમિમાંથી નીકળેલો કોઇપણ જીવ દેશવિરતિપણાને પામી શકે પણ ચારીત્ર અંગીકાર કરી શકે નહીં.
સાતમાંથી કોઈપણ નરકમાંથી નીકળેલો જીવ સમ્યક્ત પામી શકે છે. પણ કદાપી વિરતિવંત બની શકતો નથી.
જ નરક ગતિ-આગતિના અધિકારી જીવોની વિશેષ વ્યાખ્યા
I] -નારકો મરીને તુરત જ- અનંતરભવમાં પુનઃનરકગતિમાં ઉત્પન્ન થતા નથી.કેમકે બહુઆરંભ-પરિગ્રહ વગેરે કારણોનો નરકમાં સદૂભાવ હોતો નથી.
-નારકો મરીને અનંતર ભવમાંદેવગતિમાં ઉત્પન્ન થતા નથી. કેમકે સરાગસંયમ આદિ દેવગતિના કારણોનો નરકમાં સર્વથા અભાવ હોય છે.
–નરકમાંથી નીકળેલો નારકજીવ ગર્ભજમનુષ્ય કેગર્ભજતિર્યંચ ગતિમાં જન્મે છે.
–જે ગર્ભજતિર્યંચકે મનુષ્ય કહયા તેમાં પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સમજવા અસંખ્યાત વર્ષીયુષ વાળા (યુગલિકપણે) નરકમાંથી નીકળેલો જીવ ઉત્પન્ન થતો નથી.
[II] -દેવ મરીને કદી નરકગતિમાં ઉત્પન્ન થાય નહીં કેમકે દેવોને નરકગતિમાં લઈ જનારો બહુઆરંભ-બહુપરિગ્રહાદિ હોતા નથી.
-કેવળ ગર્ભજ તિર્યંચ કેગર્ભજ મનુષ્યોજ નરકમાં જઈ શકે છે.એકેન્દ્રિયાદિચાર ઇન્દ્રિય સુધીના તિર્યંચો પણ નરકમાં જતા નથી.
-પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યોમાં પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવો જ લીધા છે.તેથી અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા એવા યુગલિકો પણ નરકમાં જતા નથી કેમકે તેને તેવા કુર અધ્યવસાય-પરિગ્રહ આદિ હોતા નથી.
જ જીવો નરકાયુ કયારે બાંધેઃ- શ્રી સ્થાનાંગ સૂત્રમાં નરકે જવા માટેના ચાર કારણો બતાવ્યા. (૧)મહા આરંભ (૨)મહા પરિગ્રહ (૩)માંસાહાર (૪) પંચેન્દ્રિય વધ.
-તત્વાર્થસૂત્રમાં અધ્યાય -સૂત્ર-૧૬માં નરકાયુના આશ્રવનું કારણ વધુ મા વહુ પરપ્રદ જણાવેલ છે.
-બૃહતસંગ્રહણીમાં નરકનું આયુષ્ય બાંધવાનું કારણ અતિક્રુર અધ્યવસાય કહ્યું છે.
આ રીતે જીવને નરકાયુ બાંધવાના સંયોગો કે નિમિત્તોમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયવધ,અતિદુરઅધ્યવસાય,ભયંકરરૌદ્રધ્યાન, તીવ્રઅંકલેશમય પરિણામ...વગેરે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org