________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સુત્ર અભિનવટીકા પરમાધામ દેવોને – નારક જીવોને આટલું દુઃખ આપવાથી અને નારકોનું દુઃખ જોવાથી આટલો બધો આનંદ કેમ આવે છે તેના પણ કારણો જણાવે છે કે –
૧. શલ્ય તેમનામાં માયાશલ્ય, નિદાન શલ્ય, મિથ્યાદર્શન શલ્યનો ઉદય તીવ્ર હોય છે. સાથે સાથે કષાયનો પણ તીવો દય હોય છે. પૂર્વભવમાં કુકર્મી પણ હોય છે.
૨. અનાલોચના તેમને જે ભાવ દોષ લાગે છે તેની આલોચના કરતા નથી પૂર્વ જન્મમાં પણ આલોચના કરી નથી.
૩. અવિચારશીલ: આ દેવો વિચારશીલ નથી હોતા. તેથી આ અશુભ કૃત્ય છે, આ કૃત્યોમાં સહયોગદેવોને આનંદ વ્યકત કરવો યોગ્ય ન ગણાય, એવો વિચાર તેમને કદાપી આવતો નથી. ઉલટુંપાપકાર્યમાં જ આનંદમાનનારા અને સંકિલષ્ટ અધ્યવસાય વાળા હોય છે.
૪. અકુશલાનુબંધિ પુણ્યઃ પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરેલ પુન્યકર્મ પણ આ દેવોને ચકુશલાનુબંધી હોય છે. તેથી તે કર્મોના ઉદયથી તેઓ જયારે આ પુન્યનું ફળ ભોગવે છે ત્યારે તેમને અશુભતા તરફ ખેંચી જાય છે.
૫. બાળત૫: પંચાગ્નિ આદિ બાળપને કારણે ભાવ-દોષથવાથી તેમણે આવી રીદી આસુરી-ગતિ પ્રાપ્ત કરી હોય છે. વળી મિથ્યા દષ્ટિઓનો તપ પણ કુશલાનુબંધી હોતો નથી. તેમને એવા વિશિષ્ટ પુન્યનો બંધ થતો નથી કે જેના ઉદયથી તે જીવ અશુભક્રિયાથી નિવૃત અને શુભ ક્રિયામાં પ્રવૃત થઈ શકે.
આવા બધાં કારણોથી તે દેવોને અન્ય મનોશ વિષય સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ-અશુભ વિષયોમાં જ પ્રીતિ રહયા કરે છે.
જ પરમાધામી કૃઆટલી ભયંકર અને જીવલેણવેદના છતાં આ નારકોનું મૃત્યુ કેમ થતું નથી?
પૂર્વ સૂત્ર[... ૧૨] ગોપતિ વિરમ...કનપત્યયુ: માં જણાવ્યા મુજબ ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકનું આયુષ્ય અનપવર્તનીય કહયું છે. નારકજીવો દુઃખોથી ગભરાઈને મરવા તો ઇચ્છે જ છે પણ તેમના આયુષ્યનું અપવર્તન
નથતુ હોવાથી જયાં સુધી તેમણે બાંધેલી આયુસ્થિતિનો ક્ષય થતો નથી ત્યાં સુધી તેઓનું ' મરણ પણ થઈ શકતું નથી કે તેઓને બીજું કોઈ શરણભૂત પણ થઈ શકતું નથી.
તેથી જીવન પર્યન્ત તેઓએ આ દુઃખ ભોગવવું પડે જ છે. તેમને તેમના કર્મો “અવશ્યમેવ''ભોગવેજ છુટકો થાય છે. પરિણામે તેઓનું શરીરયત્નપીડનાદિદુઃખો કે ઉપઘાતો થી વિશીર્ણથાય, સળગાવાય, ઉપરનીચે પછડાય, વિદીર્ણ થાય, છેદાયભેદાય, હતુ-નહતુ કરી નખાય તો પણ પાછું જેવું હતું તેવું થઈ જાય છે –
-જેવી રીતે પારાના વેરાયેલા કણીયા એકઠા થઈ જાય કે પાણીમાં કદાચ લાકડીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org