________________
અધ્યાયઃ ૩ : ૫
જ પરમાધામી ત્રણ નરકપર્યન્ત હોય એમ કહયું તો પછી બાકીની નરક કરતા આ ત્રણમાં દુઃખ વધારે તેમજ સમજવું ને?
ના. – આ શંકા અયોગ્ય છે. કેમકે ચોથી થી સાતમી નરક સુધી પરમાઘામી કત વેદનાનો અભાવ થતા, ત્રિકૃત અને પરસ્પર-ઉદીરિત બે વેદના જ રહે છે માટે આવી શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. પણ ત્યાં બાકીની બે વેદનાનું પ્રમાણ એટલું બધું વધારે છે કે તેની તુલનાએ પ્રથમ ત્રણ પૃથ્વીનું દુઃખતો અતિ અલ્પ લાગે છે.
જ ચોથી નરકથી અસુર-ઉદીરિત દુઃખ કેમ નથી કહયું?
અસુર ઉદીરિત દુઃખ પહેલી ત્રણ ભૂમિ પર્યન્ત જ હોય છે. કેમકે આ પરમાધામી અસુર દેવો ત્રીજી પૃથ્વીથી આગળ જઈ શકતા નથી. ચોથી ભૂમિકેતેથી આગળ જવાનું તેમનું સામર્થ્યપણનથી.ત્રણ નરક સુધી પણ સંકલેશરૂપ પરિણામવાળા અંબ-અંબરીષ આદિઅસુરકુમારોજ જઈને દુઃખની ઉદીરણા કરે છે. બધાં અસુરકુમારો કંઈ ત્યાં જઈને દુઃખોની ઉદીરણા કરાવતા નથી.
જ અંબ-અંબરીષ આદિપરમાધામીદેવોનારકજીવોને આટલું દુખકેમઆપે છે?
અંબ-અંબરીષ વગેરે પંદરેય જાતના અસુરો પૂર્વ જન્મમાં ભયંકર કર્મો કરીને, કોઈક-કાંઈક પુન્યો દયે અહીં આવ્યા હોય છે. તેથી પાપના ભયંકર કર્મો કરવામાં જ તેઓને આનંદ આવે છે.
ભાષ્યકાર મહર્ષિસ્વયં પણ જણાવે છે કે અસુરકુમારો ગતિ ની અપેક્ષા એ દેવ છે તેથી બીજા દેવોની માફક તેને પણ મનોજ્ઞ વિષય મોજુદ હોય છે. બીજા દેવો જેવા મનોહર ભોગ અને ઉપભોગ આ દેવો ને પણ હોય છે. તો પણ તેને આ બધા સુખદ-વિષયોમાં એટલી રુચિ નથી હોતી જેટલી અશુભ કાર્યોમાં હોય છે.
જે રીતે વ્યવહારમાં જોવા મળે છે કે ગાય, બળદ, ભેંસ, ભૂંડ, કુકડા, બતક, તીતર વગેરે જાનવરોને મલ્લકુસ્તી કરનારાકુસ્તીબાજ નેપરસ્પરવડતાં જોઈને, એકમેકઉપર પ્રહાર કરતા જોઈને વિના કારણ રાગ-દ્વેષને વશ થતા અને અકુશલાનુબંધિપુણ્ય ધારણ કરતા કેટલાંક લોકોને ખૂબ જ આનંદ આવે છે. તે રીતે આ અસુર કુમારોને પણ આવો આસુરી આનંદ ગમે છે.
નારકીઓને લડતા જોઈને, પરસ્પર લડાવીને, એકમેકને પ્રહાર કરતાં જોઈને તેમના આનંદ-દુઃખ-વેદના-જોઈને તેઓ અત્યન્ત ખુશી થાય છે. અટ્ટહાસ્ય કરે છે. કપડાં ઉડાડે છે. લોટપોટ થાય છે. તાળીઓ વગાડે છે. અને ખૂબજ જોરશોરથી સિંહનાદ પણ કરવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org