________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકે છે.
રૂ-તરણ – આ પ્રકારના પરમાધામીઓ વૈતરણી નદી વિકર્વે છે. તેમાં ઉકળતાલાક્ષારસનો ધસમસતો પ્રવાહ વહેતો હોય છે. તે પ્રવાહમાં ચરબી, પરૂ, લોહી, વાળ, હાડકાં, તણાતા હોય છે. એવી નદીમાં તેનારકજીવોને ચલાવે છે. તેમજ અત્યંત તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે.
૨) સ્વર:- આ પરમાધામીઓ કઠોર શબ્દોના પ્રલાપો કરતા આવે છે. નારકો પાસે પરસ્પર શરીરની ચામડી છોલાવડાવે છે. પોતે પણ કરવત વડે નારકોના શરીરને લાકડાની જેમ વેરી નાખે છે. વિકરાળ અને વજના બનેલા તીક્ષ્ણકાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શાલ્મલી વૃક્ષો ઉપર ચઢાવેછે.
૨૫મહાયોપ-આ પરમાધામીઓ-નારકોને ગગનભેદી શબ્દો વડે ભયભીત બનાવી દે છે. ભયથી નાશભાગ કરતા નારકોને પકડીને વધસ્થાનમાં રોકીને અનેક પ્રકારની કદર્થના પમાડે છે.
* પ્રાવ સૂત્રમાં પ્રા—વતુર્થી કહેવાને બદલે ભાવતુર્થ: કહયુ હોત તો સૂત્રમાં લઘૂતા લાવી શકાત. છતાં મા અવયવ મર્યાદા અને અભિવિધિ બને અર્થમાં વપરાતો હોવાથી સમસ્યા ઉદ્ભવે છે કે-માવતુ: કહેવાથી “ચોથી નરકાસુધી અર્થ કરવો કે ચોથી નારક સહિત'' એવો અર્થ કરવો. તેથી સ્પષ્ટ અને અસંદિગ્ધ અર્થનો બોધક પ્રા શબ્દ મુકેલ છે. તેનો અર્થ “પૂર્વે” એમ સ્પષ્ટ જ છે.
* પ્રાવતુચ્ય ચોથીનારકપૂર્વઅર્થાત્ પહેલી ત્રણ સુધી જિપરમાધામીની ગમન શકિત છે તેવું દર્શાવે છે]
- પરમાધામી દેવો ફકત ત્રજી પૃથ્વી સુધીજ નારકીઓને ઉદીરણા કરીને દુઃખ ભોગવાવે છે.
- प्राक्-चतुर्थ्याः इति मर्यादा न अभिविधि:
પ્ર-વતુર્થ્ય એ વિશેષણ છે, જે મર્યાદા અર્થને સૂચવે છે. તેનાથી એવો અર્થ ફૂટ થાય છે કે-આ સંકિલષ્ટ પરિણામી અસુરકુમાર દેવોરપ્રભા – શર્કરપ્રભા – વાલુકાપ્રભા એ ત્રણ પૃથ્વી સુધીજ દુઃખોને ઉદીરી શકે છે. ચોથી થી સાતમી પૃથ્વી ના નારકોને તેઓ દુઃખ આપી શકતા નથી.
જ – શબ્દપરસ્પરોદરિત અને ક્ષેત્રસ્વભાવજ બંને વેદનાનો સંબંધ અહીં જોડે છે.
- ૩: શબ્દથી પૂર્વોક્ત બંને દુઃખોનો સંબંધ જોડેલ છે. અન્યથા પ્રથમ ત્રણ નરકમાં એ બંને દુઃબોના અભાવનો પ્રસંગ આવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org