________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૫
૩૩
- પરમાધામીકત વેદનાને જણાવે છે. પહેલા બે પ્રકારના દુઃખોતો રત્નપ્રભાદિ સાતે ભૂમિઓમાં સાધારણ છે. પણ આ વેદનાનો સંબંધ ફકત ત્રણ ભૂમિ સાથે જ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા-વાલુકાપ્રભા આ પ્રથમ ત્રણ નરકમાં ત્રીજા પ્રકારની વેદના કહી છે. કેમકે પરમાધાર્મિક દેવોનું ક્ષેત્ર આટલી હદ સુધીનું જ છે. તેથી જ સૂત્રકારે ફરમાવ્યું કે- [આ નરકો] પહેલી ત્રણ ભૂમિ સૂધી સંકિલષ્ટ અસુરો દ્વારા ઉત્પન્ન કરેલાં દુઃખવાળા [પણ] હોય છે.
* સંવત:- અતિ સંકલેશમય પરિણામ હોવાને લીધે આ દેવોને માટે સંન્નિષ્ઠ એવું વિશેષણ વાપરેલ છે.
– પૂર્વ જન્મમાં જેણે અતિ સંકલેશરૂપ કર્મ કર્યા હોય અને જેની પાપકર્મમાં અત્યન્ત અભિરૂચિ હોય તેવાને સંવિતઈ–કહયા.
-કર્મકલેશથી ઉત્પન્ન થવાવાળા આ અમ્બ-અબરીષ આદિદેવોનોસ્વભાવજ સંકલેશરૂપ હોય છે માટે તેને વિનષ્ટ–કહયા.
-સંક્લેશરૂપ પરિણામદુષ્ટભાવોને ધારણ કરતા હોવાથી તેના વિષ્ટ કહે છે. – કલહપ્રિય અને સંકલેશમનવાળા છે માટે વિનષ્ટ * વિષ્ટ ગપુર: અસુરોને માટે “સંકિલષ્ટ'' એવું વિશેષણ વાપરેલ છે.
પૂર્વજન્મોમાં કરેલ અતિતીવ્રઅંકલેશરૂપપરિણામો થકી આજીવોએ જે પાપકર્મ ઉપાર્જિત કરેલ છે. તેના ઉદયથી તેઓ નિરંતર કિલષ્ટ રહે છે, તેથી તે સવિસ્તર્ણ ગર કહેવાય છે.”
* મસુર: સૂત્રકારે સંવિનંઈ એવું વિશેષણ અસુર માટે વાપર્યું છે પણ તેનો અર્થ એ નથી કે સર્વે અસુરો નારકીઓને દુઃખ જ ઉત્પન્ન કર્યા કરે છે. જે અસુરો દુઃખ ઉત્પન્ન કરે છે તે મુખ્ય અધ્વરીષ વગેરે પંદર છે જેના નામ આગળ કહેવાશે.
– મયુર નામ કર્મના ઉદયથી તે અસુર કહેવાય છે. સૂત્રઃ ૪:૧૧ માં ભવનર્વાસિનો સુર માં જણાવ્યા મુજબ “અસુર' એ ભવનવાસી દેવોની એક જાતિ છે.
– અસુરકુમાર દેવગતિને પ્રાપ્ત થયેલો જીવ તે – મસુર
પરમ-અધાર્મિક, મિથ્યાર્દિષ્ટિ, પુરાભયંકર એવા પંદર જાતિના પાપીપરમાધામી દેવોને દુર કહે છે.
-પૂર્વજન્મના સંક્લિષ્ટ કર્મનાયોગે આસુરીગતિને પામેલા હોવાથી તેને સુરકહયાછે.
સુર:–ના ૧૫ભેદ –અહીં જે સંકિલષ્ટ પરિણામી અસુરો કહયાછે તેની જાતિ અનુસાર પંદર ભેદ આ પ્રમાણે છે-(૧) અમ્બ (૨) અમ્બરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૂદ્ર () ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) અસિપત્રવન (૧૧) કુમ્ભી (૧૨) વાલુકા (૧૩) ખરસ્વર (૧૪) વૈતરણી (૧૫) મહાઘોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org