________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
જ રિટુ-એટલે “દુઃખ ઉત્પન્ન કરવું' – આ શબ્દ પૂર્વોકત સૂત્રમાં આવી ગયેલ છે.– પૂર્વ સૂત્રમાં આ શબ્દ સમાસાન્તર્ગત હોવાથી ગૌણ થઈ ગયો હતો. તેથી અહીં તેનું પુનઃ પ્રહણ કરેલ છે.
- પૂર્વ સૂત્ર સાથે પણ વિષ્ટા એવું વાકય જોડી શકાત છતાં અહીં ઉદીરણાના વિવિધ પ્રકારોને જણાવવામાટે સીરિ-ટુ: શબ્દ વાળા વાકયનું પૃથક ગ્રહણ કરેલ છે.
જ સંવિત મજુર થકી ઉત્પન કરાતા દુઃખો સંક્લેશરૂપ સ્વભાવ વાળા આ અસુર દેવો – નારકીઓની વેદના ઓ ની સારી રીતે ઉદીરણા કરે છે અને કરાવે છે. તે પરસ્પર નારકીઓને લડાવ્યા કરે છે. અને દુઃખોની સતત હારમાળા ઉભી કરે છે.
તેમની દુઃખ ઉત્પન્ન કરાવવાની પદ્ધતિ વિવિધ પ્રકારની છે. જેમકે -નારકોને તપાવેલા લોઢાનો રસ પીવડાવે છે.
- ખૂબ જ તપાવીને લાલચેળ કરેલા લોઢાના થાંભલા સાથે બાથ ભિડાવે છે. - કાટાવાળા ભયંકર ઝાડ ઉપર નારકોને ચઢાવે છે અને ઉતારે છે. – નારકો માથે લોઢાના ધણના ઘા મારે છે. - વાંસલા અને કરવતથી તેઓના શરીરને છોલે છે. - ખારવાળા ધગધગતા તેલ શરીર પર છાંટે છે અને રેડે છે. - લોઢાની કુંભીપાકમાં તેમના શરીરને રાંધે છે. – ઘાણીમાં ઘાલીને પીલે છે તથા અંગારામાં સેકે છે. – તેઓનાં શરીરમાં લોઢાના અણીદાર ભાલા અને સોયા ઘોંચે છે. – નારકો પાસે વાહનો ખેંચાવે છે અને પરસ્પર લડાવે છે. – ધગધગતી સૂકી રેતીમાં દોડાવે છે.
- સિંહ, વાઘ, દીપડા, હાથી, કુતરા, વરૂ, શિયાળ, બિલાડા, નોળીયા, સાપ, ગીધ, કાગડા, ઘુવડ, બાજ, શકરા વગેરેના રૂપ ધારણ કરીને, નારકોનાં લોહી પીએ છે – માંસ ખાય છે. - લોહી, પરૂ,મડદા વગેરેથી ભરેલી વૈતરણી નદીનાં રૂપવિતુર્વીને તેમાં ઉતારે છે.
આવી વિવિધ રીતે તેઓ નારકોને દુઃખ ઉત્પન કરાવે છે. જ અસુરકુમારોની જતિ મુજબ અપાતાદુઃખો: ઉપરોકત મુદ્દામાં અસુરોવીરિત ૩૬ નું સામાન્ય વર્ણન કર્યુ. એજ વાતને થોડી જુદી રીતે વર્ણવે છે.
અસુરકુમારના ૧૫ભેદ જે જાતિ આશ્રીને દર્શાવ્યા તે પંદર જાતિના અસુરકુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org