________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૩
૧૯
0િ [7] અભિનવટીકાઃ આ સૂત્રના હેતુમાં જણાવ્યા મુજબ આ સૂત્રનરક અને નારક બંને સાથે સંબંધિત હોય તેવું જણાય છે. અધિકારની દષ્ટિએ જોઈએ તો પૂર્વના બે સૂત્રો થકી નરકના નામ-સ્થાન-સ્થિતિ-નરકાવાસ આદિ વર્ણનો કરાયા છે. પરિણામે અહીં આ સૂત્ર થકી નરકની જ અશુભતા વર્ણવાઈ હશે તેવું લાગે. તેથી સિદ્ધસેનીય ટીકામાં સ્પષ્ટતા કરી છે કે ફુદ પૂરે નર નારાવ સમયે પરિપૃદ્ધને
“અશુભ' શબ્દનો સંબંધ નરક અને નારક બંને સાથે સમાન રીતે જોડાયેલો છે. છતાં જોયા- હેદ-વેના અને વિવિયા એ ચાર શબ્દો નો સીધો અર્થ વિચારવામાં આવે તો અહીં નરક શબ્દ થી નારક અર્થાત નરકના જીવો એ અર્થ યથાયોગ્ય જણાશે અને પરિણામ શબ્દ નરકના બંને અર્થો માં બંધબેસતો લાગશે.
સૂત્રકાર આ સૂત્ર થકી એવું જણાવે છે કે-નરકની પહેલી ભૂમિથી, બીજી ભૂમિ, બીજી ભૂમિથી ત્રીજી ભૂમિ એ રીતે સાતમી ભૂમિ સુધી, નરક અશુભ અશુભતરઅશુભતમ રચના વાળા છે. એ રીતે એ નરકોમાં રહેલ નારકીજીવોની તેગ્યાવેના વિવિયા પણ નીચેનીચેની ભૂમિના જીવોમાં ઉત્તરોતર અધિકઅશુભ હોય છે.
જ નિત્ય સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં સર્વ પ્રથમ નિત્ય શબ્દ મુક્યો છે.તે આભીર્યવાચી છે એટલે કે “નિરંતર અર્થમાં વપરાયેલો છે.
જેમ કોઈ મનુષ્ય માટે કહેવાયકે આ માણસ કાયમ હસતોજ જોવા મળે છે. તો તે મનુષ્ય હસવા સિવાયનું બીજું પણ કામ તો કરતોજ હોય, પણ તે વસ્તુની ગણતાથી વિવક્ષા કરી નથી તેમ નરકમાં રહેલા જીવોને પણ, અહી તીર્થાલોકમાં તીર્થકર પરમાત્માના જન્માદિ કલ્યાણક પ્રસંગે સુખનો અનુભવ થાય છે. અને દુઃખ છુટી જાય છે. છતાં નિરંતર અશુભ વેદનાદિ કારણે તેની વિવક્ષા કરી નથી. ટીકાકાર મહર્ષિ જણાવે છે કે તાવ ચયનિત્ય (મ., સૂ.૨૦) ના કથન મુજબ અહીંપણ અર્થથીસંબંધ જોડી શકાય કે “નિત્ય અર્થાત” જે એના ભાવથી શ્રુત ન થાય તે નિત્ય” મતલબ અહીં નિત્ય શબ્દ દ્વારા એવું સૂચવે છે કે આ અશુભ ભાવોથી જીવત થઈ શકતો નથી.
નિત્ય શબ્દના ગ્રહણથી એવો અર્થ સમજવો કે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, વગેરે નામકર્મોનો જે પ્રકારનો અહીં ઉદય હોય છે તેના નિયમાનુસાર નરકગતિ અને નરકજાતિમાં નારકજીવોનાલેશ્યા-પરિણામ વગેરે નિયમથી નિરંતર અશુભતર હોય છે. અને જયાં સુધી તે જીવો નો નારકનો ભવ પૂર્ણ થતો નથી ત્યાં સુધી નિરંતર આ અશુભતર લેશ્યા-પરિણામાદિ રહે છે.
નિરંતર શબ્દના અર્થને વિશેષ સ્પષ્ટ કરતા જણાવે છે કે આંખના પલકારા જેટલો સમય પણ તેને તે શુભ રૂપ પરિણમન થતું નથી કે તે કર્મોના ઉદયનો અભાવ થતો નથી. તેથી જ તેને નિત્ય શબ્દ વડે સૂત્રકારે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org