________________
અધ્યાયઃ ૩ સૂત્ર ૨
૧૭
(૬) નરકાવાસોની ઊંચાઈ વગેરે દરેક નરકાવાસોની ઊચાઈ કે જાડાઈ ત્રણ હજારયોજનની છે. લંબાઇ-પહોળાઇમાં કેટલાકનરકાવાસી સંખ્યાતાયોજન છે અને કેટલાંક અસંખ્યાતા યોજન પણ છે.
– પહેલી નરકમાં આવેલ સીમંતક નામનો બંદૂક નરકાવાસ ૪૫ લાખ યોજન
લાંબો અને પહોળો છે અને સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન ઈન્દ્રકનારકાવાસ ૧ લાખ યોજન લાંબો-પહોળો છે.
(૭) નરકાવાસોનાનામઃ રૌદ્ર, રૌરવ,હાહારવ, શોચન, તાપન, રોદન, ક્રન્દન ખાટખાટ વગેરે નામ છે. જેને સાંભળતા જ ભય પેદા થાય તેવા આ ભયંકર નામો છે.
જ શંકા – ઉપરોકત પ્રબોધટીકાના ચોથા મુદ્દામાં પ્રસ્તરોમાં નરક છે તેમ કહયું તેનો અર્થશો?
ચોથા મુદ્દામાં પ્રસ્તરોમાં રહેલ નરકાવાસો એવું કહેવાનો આશય એ હતો કે એક પ્રતર અને બીજા પ્રતર વચ્ચે રહેલા અંતરમાં નરકાવાસ નથી પણ પ્રતરની ત્રણ-ત્રણ હજાર યોજનની જાડાઈમાં જ નરકાવાસો રહેલા છે.
* “રત્નપ્રભાદિ પૃથ્વીને વિશે (નરક) નરકાવાસ છે” એટલા નાના સૂત્રને વિસ્તારથી સમજાવવા અહીં ક્રમાનુસાર:
(૧) નરકાવાસ સ્થાન નિર્દેશ (૨) તેમાં રહેલા પ્રતરની સંખ્યા
(૩) એક પ્રતરથી બીજા પ્રતર વચ્ચેનું અંતર (૪) પ્રતરમાં રહેલા નરકોની સંખ્યા (૫) નરકાવાસોના આકાર (૬) નરકાવાસોની ઊંચાઈ વગેરે (૭) નરકાવાસો નામએટલા મુદ્દામાં પ્રબોધટીકાની રચના કરી છેલ્લે છેલ્લે એ પણ જણાવી દેવું જોઈએ કે નરક અને નારકનો સંબંધ શો?
- નરકનો અર્થ અહીં નરકાવાસ એટલે કે નરકના જીવોને રહેવા માટેના સ્થાનો તેમ કર્યો છે.અને નારક એ જીવ છે, જે આ નરકાવાસો માં ઉત્પન્ન થાય છે અને રહે છે. નરકમાં ઉત્પન્ન થતા હોવાથી તેને નારક (જીવ) કહયા છે.
I [8] સંદર્ભ:
૪ આગમસંદર્ભ ત્યાં રયા.......... નિરયાવીસ અવંતિ આ આખું સૂત્ર સંદર્ભ માટે ખાસ જોવા લાયક છે. * પ્રજ્ઞા, ૫.૨ ૫.૮૨
૪ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) ક્ષેત્ર લોકપ્રકાશ - સર્ગ ૧૪ શ્લો. ૧ થી ૪૦, ૧૭૨ થી ૧૭૯ (૨) બૃહતસંગ્રહણી-પાથી ૨૫ થી ૨૫૭ – વિવેચનસહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org