________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૮
૧૪૭
આયુ પ્રમાણ સમાન જ છે છતાં બંને સૂત્રો અલગ અલગ કેમ બનાવ્યા હશે? આ પ્રશ્નનું સમાધાન સૂત્રકાર મહર્ષિ પોતેજ સ્વોપજ્ઞ ભાષ્યમાં આપે છે. યથાસક્ર્વ્ય દોષની નિવૃત્તિને માટે બંને સૂત્રો પૃથક રચાયો છે.
-અગર જો આ રીતે બંનેસૂત્રો અલગન કરાયા હોત તો યથાસંખ્યનાનિયમાનુસાર · બંને સ્થિતિઓના બે જગ્યાએ બોધ થઇ જવાનો સંભવ રહેત.
૧
-વિશેષ સ્પષ્ટ કરીએ તો મનુષ્યોની બંને સ્થિતિ ત્રણ પલ્યોપમની અને તિર્યંચોની બંને સ્થિતિ અંતમુહૂર્તની થાય તેવો અનુક્રમ ન્યાય લાગીને વિપરિત અર્થથઇ ગયો હોત. -જધન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ શબ્દો મનુષ્યોને અને તિર્યંચોને બંનેને લાગુ પડે તે માટે અલગ સૂત્ર જરૂરી હતું. અથવા બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય સાથે ઉત્કૃષ્ટ સ્થિતિ અને તિર્યંચ સાથે જધન્ય સ્થિતિ એવો અનુક્રમ ન્યાય ન લાગી જાય તે માટે બંને સૂત્રો પૃથક્ પૃથક્ આવશ્યક હતા.
૨-ટીકાકાર મહર્ષિજણાવેછે કે જો બંનેસૂત્રને એક કરી દીધાોત તો પણ એનિયમાનુસાર પણ ઇષ્ટ અર્થનું પ્રતિપાદન થઇ શક્યુ શ્વેત છતાં એ રીતે પણ એક સૂત્ર બનાવીનેસ્વોપન્ન ભાષ્ય થકી અર્થની સ્પષ્ટતા ન કરી તેનું કારણ કદાચ ગŚરચના જ માનવું રહ્યું
૩- મનુષ્યો તથા તિર્યંચોની વિભાગવાર સ્થિતિ જુદી જુદી છે તે દર્શાવવા પણ સૂત્ર અલગ હોઇ શકે.
* तिर्यग्योनि : पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाः
- પૃથિવિ, અપ્, તેજસ્, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય [કેટલાંક] પંચેન્દ્રિય એ સર્વે તિર્યંચ્ યોનિથી ઉત્પન્ન થતા તિર્યંચ જીવોની ગણનામાં આવે છે. માટે આ જીવોનું ઉત્પત્તિ સ્થાન તિર્યંગ-યોનિ કહેવાય
-તિર્થગ-યોનિ એટલે તિર્યંચોની યોનિ.
-તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયથી જયાં જન્મ પ્રાપ્ત થાય તે તિર્યંચયોનિ
- તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવો તે ‘‘તિર્યગ્યોનિ જશ્ન
-
* તિર્યયોનિ શબ્દ થી કયા જીવો લેવા ?
તત્વાર્થ સૂત્રકાર સ્વયં, અધ્યાયઃ૪ ના સૂત્રઃ૨૮માં જણાવે છે કે -’’ઞૌપતિò मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः "
-
- ઔપપાતિક [એટલે દેવ અને નારક] તથા મનુષ્ય સિવાયના બાકીના ને તિર્થંયોનિ કહેવાય છે.
અહીંઃશેષા: “બાકીના” જે કહ્યું તેનાથી કયા જીવ લેવા?
તિયંગ્યોનિમાં જન્મેલા જીવોના મુખ્ય ત્રણ ભેદ કહ્યા છે. [૧]એકેન્દ્રિય [૨]વિકલેન્દ્રિય
[૩] પંચેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org