________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -વિસ્તારથી ભેદ જોઈએ તો – [૧] એકેન્દ્રિય ના પાંચ ભેદો – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,વનસ્પતિકાય -વનસ્પતિકાયમાં પણ સાધારણ અને પ્રત્યેક એવા બે ભેદ [૨]વિકસેન્દ્રિય ના ત્રણ ભેદઃબેન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય [૩] પંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ (૧) મત્સ્ય (૨) ઉરગ (૩) પરિસર્પ (૪) પલિ (૫) ચતુષ્પદ
-જેને માટે જીવ વિચારાદિ પ્રકરણ ગ્રન્થો-જળચર, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર અને ચતુષ્પદ એવા પાંચ ભેદ જણાવે છે.
જ સ્થિતિના બે ભેદ – જીવોની સ્થિતિ બે પ્રકારે હોય છે. (૧) ભવસ્થિતિ (૨) કાયસ્થિતિ
-મનુષ્ય અને તિર્યચની જે ત્રણ પલ્યોપમ સ્થિતિ જોઇ તે વાત ભવસ્થિતિ ને આશ્રીને કરવામાં આવી હતી.
અહીં ભાષ્યકાર મહર્ષિ મનુષ્ય અને તિર્યંચ એ બંનેનીભવ સ્થિતિ તથા કાયસ્થિતિ બંનેને જણાવે છે.
[૧]ભવસ્થિતિ :- વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ મનુષ્ય કે તિર્યંચ માં કોઈપણ એક જન્મ થાય તો જે જન્મ- મળેલ હોય તેમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય જીવી શકાય છે. તેને ભવસ્થિતિ કહે છે. – જેમ કે મનુષ્યનું જધન્ય આયુ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમનું છે.
[૨]કાયસ્થિતિ – તેજ ભવમાં પુનઃપુનઃ નિરંતર ઉત્પતિ નોકાળ
જે જાતિમાં એક વખત જન્મ મળેલ હોય, ત્યાંથી બીજી કોઈપણ જાતિમાં વચ્ચે જન્મ ગ્રહણ કર્યા સિવાય તેજ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું કે જન્મ પામવો તેને કાયસ્થિતિ કહે છે.
– જેમ કે મનુષ્ય મૃત્યુ પામીને મનુષ્ય જાતિમાં લાગલગાટ સાત અથવા આઠ વખત જન્મ ધારણ કરી શકે પણ ત્યાર પછી અવશ્ય મનુષ્ય જાતિ સિવાય બીજી જાતિમાં જ જન્મ ધારણ કરે [સિવાય કે મોક્ષે જાય]
જ તિર્યજીવોની ભવસ્થિતિ – તિર્યંચોના ઉપર કહ્યા મુજબ અનેક ભેદો છે. તેમજ તેઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ પણ ભિન્ન ભિન્ન છે. તેથી સવિસ્તર વર્ણન આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org