________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-આયુષ્યના પ્રમાણનો ઉપરોકત નિયમ ગર્ભજ મનુષ્યોની અપેક્ષા એ છે સંમૂર્ણિમ મનુષ્યોનું આયુષ્ય જધન્ય થી કે ઉત્કૃષ્ટ થી અંતમુહુર્ત પ્રમાણ જ હોય છે. મનુષ્ય-આયુ-કાળ ચક્રના આરા મુજબઃ
—(૧) અવસર્પિણી નો ચાર કોડાકોડી સાગરોપમનો સુષમ સુષમ નામનો પહેલો આરો છે. તેમાં મનુષ્યોનું આયુ ત્રણ પલ્યોપમ હોય છે.
–(૨) અવસર્પિણીનો બીજો સુષમનામનો આરો છે. જેનું પ્રમાણ ત્રણે કોડાકોડી સાગરોપમ છે. તેમાં મનુષ્યોનું આયું બે પલ્યોલમ હોય છે.
—(૩) અવસર્પિણી નો ત્રીજો સુષમ-દુષમ નામનો આરો -કોડાકોડી સાગરોપમ પ્રમાણ વાળો છે.તેમાં મનુષ્યોનું આયું એક પલ્યોલમ હોય છે.
—(૪) બેંતાલીશ હજાર વર્ષન્યૂન કોડાકોડી સાગરોપમ પ્રમાણ વાળા દુષમ સુષમ નામના ચોથા આરામાં મનુષ્યોનું આયુષ્ય એક કોડ પૂર્વ હોય છે.
પૂર્વઃ–૮૪લાખને ૮૪ લાખ વડે ગુણતાં ૭૦ લાખ ૫૬ હજાર [૭૦,૫૬,૦૦૦] વર્ષનું એક પૂર્વ થાય. .
તેવા એક ક્રોડ પૂર્વ એટલે કે સીત્તેરલાખ છપન હજાર X ૧ કરોડ અર્થાત ૭૦,૫૬,૦૦,૦૦,૦૦,૦૦૦ [૭૦ લાખ, ૫૬ હજાર કરોડ] વર્ષનું ઉત્કૃષ્ટ આયુ ચોથા આરાના મનુષ્યોનું જાણવું
—(૫) એકવીસ હજાર વર્ષ પ્રમાણના દુષમ નામના પાંચમા આરામાં જધન્યાયુ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ આયુ બહુલતાએ ૧૩૦ વર્ષનું હોય છે.
(૬) એકવીસ હજાર વર્ષ પ્રમાણના દુષમ દુષમ નામના છઠ્ઠા આરામાં જધન્યાયુ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ – આયુ ૨૦ વર્ષ નું હોય છે.
આ રીતે અવસર્પિણી કાળમાં એક થી છ આરાના મનુષ્ય નું આયુષ્ય પ્રમાણ [સ્થિતિ જણાવી ઉત્સર્પિણી કાળમાં તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ હોય છે.
૧૪૪
-અર્થાત પ્રથમ આરામાં ઉત્કૃષ્ટ-મનુષ્યાયુ૨૦ વર્ષ, બીજા આરા માં મનુષ્યનું ઉત્કૃષ્ટાયુ ૧૩૦ વર્ષ હોય છે. તે રીતે છ એ આરામાં સમજી લેવું
નોંધઃ- આ અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળ મુજબનું કાળચક્ર માત્રપાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્ર માંજ હોય છે. માટે મનુષ્યોના ઉત્કૃષ્ટ આયુનો ઉપરોકત [ત્રણ પલ્યોપમ] ઘટતા ઘટતા ૨૦ વર્ષ પર્યન્ત નો] નિયમ પણ તે દશ ક્ષેત્રોને લાગુ પડે છે. બાકીના વર્ષ ક્ષેત્રો માટે મનુષ્યના આયુષ્યની સ્થિતિ નીચે મુજબ છે. ૐ મનુષ્ય આયુ-ક્ષેત્રને આશ્રીને.
[૧] દેવધુ-ઉત્તરકુરુ- એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના પ્રથમ સુષમ સુષમ આરા સરીખો કાળ હોય છે.તેથી ત્યાંના મનુષ્ય નું આયુ ત્રણ પલ્યોપમ નું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org