________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્યાખ્યા કરતી વખતે પણ ““અઢી-ઉદ્ધાર સાગરોપમ કાળના સમય” જેટલી સંખ્યાના દ્વિીપ – સમુદ્દો છે તેમ કહ્યું હતુ. સૂિત્ર ૩૭ નવૂદ્વીપ વળાવમાં અસંખ્ય દ્વીપસમુદ્રની વાત આવે છે. પણ ત્યાં અસંખ્યાતુ કયું લેવું? તે પશ્ન અધ્યાહાર રાખેલો હતો – અહીં તેનો ઉત્તર આપવા માટેજ સાગરોપમનું સ્વરૂપ જણાવેલ છે.
[૧] બાદર ઉદ્ધાર સાગરોપણ દશ કોડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય.
[૨] સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમઃ દશ કોડા કોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય.
[3] બાદર અદ્ધા સાગરોપમઃ દશ કોડાકોડી બાદર અદ્ધા પલ્યોપમે એક બાદર અદ્ધા સાગરોપમ થાય
[૪] બાદર ક્ષેત્ર સાગરોપમ દશકોડાકોડી સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમે એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય.
[૫] બાદર ક્ષેત્ર સાગરોપમઃ દશ કોડાકોડી બાદર ક્ષેત્ર પલ્યોપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય.
[૬] સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ દશ કોડા કોડી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય.
૪ સાગરોપમની વ્યાખ્યામાં નીચેની બાબત નોંધપાત્ર છે.
૧. ઉપરોકત છ ભેદોમાં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી તેનો ઉપયોગ ફકત સૂક્ષ્મ સાગરોપમ સમજવા પૂરતો જ છે.
૨. ત્રણ સૂક્ષ્મ સાગરોપમનું પ્રયોજન પણ પોત-પોતાના પલ્યોપમના પ્રયોજનની સમાન જ છે.
૩. સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ-દ્વીપસમુદ્રની સંખ્યાઓનું માપ દર્શાવવા ઉપયોગી છે – જેમકે: અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ કાળના જેટલા સમયો છે – તે સમય જેટલી સંખ્યાના દ્વીપ-સમુદ્દો છે.
૪. દશ કોડાકોડી એટલે શું? દશ ક્રોડ ને એક ક્રોડ વડે ગુણતા જે અંક આવે તેને દશ કોડા કોડી કહે છે.
-દશકોડા કોડીએટલે ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ [દશલાખ અબજ ૫. અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ એટલે પચીસ લાખ પલ્યોપમ.
૬. સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થકી જ નારકી અને દેવનું આયુષ્યનું માપ કરવામાં આવે છે. જેમકે ઉત્કૃષ્ટ આયુ દેવ-નારકનું ૩૩ સાગરોપમ કહયું છે. તો આ માપ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ પ્રમાણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org