________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭
૧૪૧
પ્રદેશો છે.
-તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક બહાર કાઢતા જેટલા કાળે કુવો ખાલી થાય તેટલા કાળનું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કાળ કહેવાય છે.
–અહીં જો કે કુવાના સર્વ આકાશ પ્રદેશો બહાર કાઢવાના છે. તેથી કરીને રોમ ખંડોને સૂક્ષ્મ કરવાનું કે ભરવાનું કંઈ પણ પ્રયોજન નથી.
– તેમછતાં રોમખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરીને સ્પષ્ટ કે અસ્પષ્ટ વિભાગ કરી કહેવાનું કારણ છે કે – બારમાં દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યોના માપ સ્પષ્ટ આકાશ પ્રદેશ વડે કરીને માપેલા છે- માટે આ પ્રરૂપણાં નિરર્થક નથી.
બાદર ક્ષેત્ર પલ્યોપમથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો કાળ અસંખ્યાત ગણો છે.
સુચના : ખીચોખીચ ભરેલા બાદર કે સૂક્ષ્મ રોમ ખંડવાળા કુવામાં અસ્પષ્ટ આકાશપ્રદેશ શી રીતે હોય? આવી શંકા ન કરવી કેમકે રોમ ખંડપોતેજ એવા બાદર પરિણામ વાળા છે કે જેનો સ્કંધ અતિ ધન પરિણામી હોતા નથી. તેથી કરીને જ પોતાના સર્વ આકાશ પ્રદેશોમાં તે રોમ ખંડ વ્યાપ્ત થયેલા હોતા નથી
–તે રોમખંડોની અંદરના ભાગમાં અસ્પૃઆકાશ પ્રદેશો હોય છે અને એકબીજા રોમખંડની વચ્ચેના આંતરામાં પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો હોય છે.
– કેમકે ગમે તેટલા નકકર રીતે રોમખંડો ખીચોખીચ ભરીએ તોપણ એક બીજાની વચ્ચે આંતરામાં સ્પષ્ટ અને અસ્પષ્ટ ભાગ રહે છે. સ્પષ્ટ કરતા પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણા વધુ હોય છે.
આ માટે એક શાસ્ત્રીય દ્રશ્ચંત આવે છે કે જેમ-- કોળાથી ભરેલી જગ્યામાં બે કોળાના આંતરામાં બીજોર જેટલી જગ્યા રહે.
- બીજોરાના આંતરામાં હરડે સમાય તેટલી જગ્યા રહે. – હરડેના આંતરામાં બોર સમાય તેટલી જગ્યા રહે. . – બોરના આંતરામાં ચણા સમાય તેટલી જગ્યા રહે. -એજ રીતે સૂક્ષ્મ રોમખંડોના આંતરાઓમાં ખાલી જગ્યા રહે છે.
આ રીતે પલ્યોપમનું સ્વરૂપ છ ભેદે જણાવેલ છે. તેમાં પ્રસ્તુત સૂત્રને આશ્રીને કહીએ તો “સૂક્ષ્મ અાપલ્યોપમ કાળ મહત્વનો છે, કેમકે મનુષ્યના ઉત્કૃષ્ટ આયુનું માપ આ સૂક્ષ્મ પલ્યોપમ અનુસાર ગણવામાં આવે છે.
* સાગરોપમનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્રમાં માત્ર પલ્યોપમના જ સ્વરૂપની વિચારણા આવશ્યક હતી. તે છતાં અહીં સાગરોપમનું સ્વરૂપ પણ રજૂ કરેલ છે. કેમકે સાગરોપમનું સ્વરૂપ પલ્યોપમના આધારે જ કહેવાયેલુ છે.
તદુપરાંત અસંખ્યાત દીપ સમુદોનું જે વર્ણન – તીછલોક માં આવે છે. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org