________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
૨૪ આંગળનો એક હાથ થાય તેથી આ સંખ્યાને ૨૪ વડે ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ હાથમાં ૫,૦૩,૩૧,૬૪૮ રોમ ખંડ સમાય.
– ૨૦૦૦ ધનુષનો એક ગાઉ થાય છે. તેથી ઉકત સંખ્યાને ૨૦૦૦ વડે ગુણતા ૪૦૨,૬૫,૩૧,૮૪,૦00[ચારસોબે અબજ, પાસઠકરોડ, એકત્રીસ લાખ, ચોર્યાશી હજાર એટલા રોમખંડો, એક ઉત્સેધ પ્રમાણ ગાઉમાં સમાય.
- ચાર ગાઉ નો એક યોજન થાય. તેથી ઉકત સંખ્યાને ચાર વડે ગુણતા એક ઉત્સેધ પ્રમાણ યોજનમાં ૧૬૧૦,૬૧,૨૭,૩૬,૦૦૦[એક હજાર છસોદશઅબજ, એકસઠ કરોડ, સત્તાવીસ લાખ, છત્રીસ હજાર] એટલા રોમ ખંડો સમય.
આ રીતે ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ રોમ ખંડો વડે –
ચાર ગાઉ લાંબા અને ચાર ગાઉ પહોળા વિસ્તાર વાળા વૃત આકાર કૂવાના તળીયામાં અંગુલ પ્રમાણ એવી માત્ર એક શ્રેણી સમયા.
- બીજી આટલી જ શ્રેણીઓ ભરીએ ત્યારે તેનુ તળીયું ભરી શકાય.
-
—
– તે માટે ઉપરોકત રકમને તેટલીજ રકમ વડે ગુણવી પડે કેમકે ઉપરોકત રકમથી એક શ્રેણી જેટલો ભાગ જ રોમખંડોથી ભરાયો છે.
આપણે આખું તળીયું ભરવું હોય તો બીજી તેટલીજ શ્રેણીઓ ભરવી પડે. તેથી ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ ગુણ્યાં ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬000000 આવી ૨૫ આંકડા જેટલી લાંબી સંખ્યા જેટલા રોમ ખંડો તે પલ્ય [કુવા] નું માત્ર તળીયું ઢંકાય.
- આટલા રોમખંડોનું એક પ્રત્તર પડ થયું.
– તેટલા જ બીજ પડો ઉપરા ઉપરી ગોઠવીએ ત્યારે કુવાના કાંઠા સુધી સંપૂર્ણ કૂવો ભરાઇ રહે.
– તેથી ઉપરોકત ૨૫ આંકડાની રકમને એક શ્રેણી પ્રમાણ વડે ગુણવી એટલે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬૦૦૦૦૦૦ ને x ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ વડે ગુણતાં ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪૪૫૬૦૦૦૦00000 એટલા રોમખંડો વડે ઉત્સેધ અંગુ પ્રમાણ ચાર ગાઉનો ધન ચોરસ કુવો ભરાયો.
-
– આપણે તો ધનવૃત્ત એટલે કે ગોળાકાર કુવો ભરવાનો છે.
– તેથી ઉપરોક ૩૭ આંકડાની જે સંખ્યા આવી તે સંખ્યાને ૧૯ વડે ગુણી અને ૨૪ વડે ભાંગવી જોઇએ.
LAMA
- આ રીતે ગુણાકાર કરીને ભાગાકાર કરતા
૩૩૦૭૬૨ ૧૦૪ ૨૪૬૫૬૨ ૫૪૨ ૧૯૯ ૬૦૯ ૭૫૩ ૬૦૦0000000
આટલા રોમખંડોદ ઉત્સેધ પ્રમાણ ચાર ગાઉ [અથવા એક યોજન] ઘનવૃત્ત ગોળાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org