________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭.
૧૩૯
કુવામાં સમાય.
આટલી મોટી સંખ્યામાં દેખાતા રોમખંડો પણ સંખ્યાતા જ છે. કેમકે અસંખ્યાતાનું સ્વરૂપ આપણે પૂર્વે જોઈ ગયા તે મુજબ ખૂબખૂબ મોટું છે.
હવે આ જે અંક આવ્યો. તેટલા રોમખંડોના ટુકડાને એક એક સમયે એક એક વાળનો ટુકડોકાઢીએતો જેટલા કાળે આકુવો ખાલી થાયતેટલા કાળનું નામ એક“બાદર ઉદ્ધાર પલ્યોપમ” કહેવાય.
-આ કુવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે. કેમકે વાળના ટુકડા સંખ્યાતા છે. – આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. - તેથી આંખ ના એક પલકારામાં અસંખ્ય કુવાઓ ખાલી થઈ જય .
– એટલે બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળનો આંખના એક પલકારાનો અસંખ્યાતમા ભાગ જેટલો જ છે.
– આગળ કરવામાં આવતા સૂક્ષ્મખંડોની અપેક્ષાએ આ વાળના ટુકડા અસંખ્યાત ગુણા મોટા હોવાથી આ પલ્યોપણને બાદર કહેવામાં આવે છે.
– આગળ કહેવાનાર બાદર અદ્ધા અને બાદર ક્ષેત્ર એ બંને બાદર પલ્યોપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રોમખંડ જ ગણવાના છે.
[૨] સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમઃ – બાદર ઉદ્ધાર પલ્યોપમમાં જેવા રોમ ખંડો ભર્યા હતા તેવાજ રોમ ખંડો લેવા –આરોપખંડમાંનાદરેકનાએક-એક વાળના અસંખ્યાત અસંખ્યાતટુકડા કરવા – તે ટુકડા વડે ઘનવૃત્ત કૂવાને અતિ ખીચોખીચ ભરી દેવા.
- તે એવી રીતે ભરવો કે જેથી તે વાળ અગ્નિથી બળે નહીં, વાયુથી ઉડે નહીં, પાણીનું એક બિંદુ પણ અંદર ઉતરી શકે નહીં, ચક્રવર્તીનું સેન્ટ પણ ઉપર થઈને ચાલ્યુ જાયકેસોભાર પ્રમાણ વજનવાળું રોલર ફેરવવામાં આવે તો પણ તે વાળ જરાપણ દબાય નહીં.
– આવા મજબુતી થી ભરાયેલા એક અસંખ્યાતા રોમ ખંડોમાંથી એક સમયે એકેક રોમ ખંડને કાઢતાં જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
-આમાં અસંખ્યાતા રોમ ખંડો હોવાથી કુવો ખાલી થતાં અસંખ્યાતા સમય લાગે છે. અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષો જેટલો છે.
[૩] બાદર અદ્ધા પલ્યોપમઃ પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમમાં કહેલા વાલાઝો જે સંખ્યાતા છે. તે વાલીગ્રોનો સો સો વર્ષે એક એકટુકડો કાઢતાં જયારે પ્યાલો [કુવો ખાલી થાય તેટલા કાળને બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org