________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭
૧૩૭
-પલ્યોપમની વિશેષ વ્યાખ્યા – પલ્ય એટલે પ્યાલો અથવા કૂવો તેની ઉપમા વડે અપાતો કાલભેદ તે પલ્યોપમ
[૧] બાદર ઉધ્ધાર પલ્યોપમ – ઉત્સધ અંગુલ પ્રમાણ મુજબ – ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો, ચાર ગાઉ ઉડો – એવો ધનવૃત એટલે કે ગોળાકાર કૂવો લેવો.
- સિધ્ધાન્ત અભિપ્રાય અનુસાર દેવકુરુ કે ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યોના શીર્ષ મુંડન પછી ૧ થી ૭ દિવસ સૂધીના ઉગેલા વાળ લેવા.
નોંધ – સિધ્ધાન્ત અભિપ્રાય શબ્દ એટલા માટે લખ્યો છે કે કયા વાળ લેવા? તે વિશે ભિન્નભિન્ન મત લઘુક્ષેત્ર સમાસ તથા લોક પ્રકાશમાં જોવા મળેલ છે.
દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્ર એટલા માટે લેવાનું છે કે ત્યાંના યુગલિકોના વાળ અતિ સૂક્ષ્મ હોય છે.
એક થી સાત દિવસ–નિયત દિવસને બદલે એકથી સાત દિવસ કહ્યા તે સહેતુક છે.
-કુરુક્ષેત્રના યુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના વાળ એકસરખા સૂક્ષ્મ હોતા નથી.
-વિવલિત સૂક્ષ્મતા કોઇ યુગલિકની પહેલે દિવસેજ મળી આવેતો કોઇયુગલિકની સાતમે દિવસે પણ મળે.
-એકથી સાત દિવસ એટલે એક-બે-ત્રણ થી લઈને સાત સુધીનો કોઈપણ દિવસ કે જે દિવસે વાળની વિવલીત સૂક્ષ્મતા મળી આવે આઠમો દિવસ સંભવનથી માટે એક થી સાત દિવસ કહ્યા છે.
યુગલિકના વાળને બદલે- તે કુરુક્ષેત્રમાં જન્મેલા ઘેટાના એક થી સાત દિવસ સુધીના વાળ લેવાના પણ સુચન જોવા મળે છે.
– તે અંગે ક્ષેત્ર માસમાં એવું જણાવેલ છે કે- ઘેટાના વાળના સાત વખત આઠઆઠ ટુકડા કરવા
-આ રીતે ઘેટાના ટુકડા કરેલા વાળલઈએ કેયુગલિક મનુષ્યના સીધા વાળ લઈએ પણ તેનાથી થતા “રોમખંડો” તો નીચે જણાવ્યા મુજબ સમાન જ રહેવાના
ઉત્સધ આંગુલ નું જ પ્રમાણ લેવાનું કહ્યું તે “ઉત્સવ અંગુલ” ની વ્યાખ્યા આ અધ્યાયના સૂત્ર૯ ની પ્રબોધ ટીકામાં થયેલ છે.
–૧યોજન લાંબો, ૧યોજન પહોળો અને એક યોજન ઉડો જે કૂવો લીધો છે. તેમાં ઉપર કહ્યા મુજબના વાળ ને ખીચોખીચ ભરવા.
–આ વાળ એ રીતે કુવામાં ભરવા કે જેથી -એક અંગુલમાં શ્રેણી રૂપે ભરાયેલ વાળ-એક ઉત્સધ અંગુલમાં ૨૦,૯૭, ૧૫ર રોમખંડો સમાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org