________________
અધ્યાયઃ ૩ સુત્રઃ ૧૬
૧૨૯
ભૂમિઓ છે. જયારે મહાવિદેહ ક્ષેત્રની ગણના કર્મભૂમિમાં કરાયેલી જ છે ત્યારે મહાવિદેહ સાથે સાથે તેની મધ્યમાં આવેલા દેવકુ ઉત્તરકુરની ગણના પણ કર્મભૂમિમાં ન થઈ જાય તે હેતુથી સૂત્રકારે સ્પષ્ટ નિષેધ કરવા અન્યત્ર વેવકૂતરગ: એવુ વચન મુકેલ છે.
જ દેવકુરુ-ઉત્તરકુરુ નું ભૌગોલિક સ્થાન -દેવકુરુઅને ઉત્તરકુરુ બંને ક્ષેત્રોની સંખ્યા પાંચ-પાંચની છે. -જબૂદ્વીપ માં ૧-૧, ધાતકી ખંડમાં ૨-૨, પુષ્કરાઈમાં ૨-૨ -જંબૂદ્વીપમાં તેનું સ્થાન વિચારીએતો:સાતક્ષેત્રોથી યુકત એવા આ જંબૂઢીપની મધ્યે મેરુ પર્વત છે.
તે મેરુ પર્વતની દક્ષિણ દિશામાં અને દક્ષિણ તરફના પૂર્વ વિદેહ તથા પશ્ચિમ વિદેહની મધ્યમાં, બે ગજદન્તાથી અંકિત થયેલ સીમા મધ્યે દેવકુરુક્ષેત્ર આવેલું છે.
મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને ઉત્તર તરફના પૂર્વવિદેહ તથા પશ્ચિમ વિદેહની મધ્યમાં, બે ગજદન્તાથી અંકિત થયેલ સીમા મધ્યે ઉતરકુરુક્ષેત્ર આવેલું છે.
$ આ દશ કુરુક્ષેત્રો ભોગ ભૂમિ હોવાથી કર્મભૂમિ ગણેલ નથી - જો કે દેવકુ ઉત્તરકુરુ મહાવિદેહ ક્ષેત્રમાં જ આવેલા છે. છતાં ત્યાં યુગલ ધર્મ હોઈ ચારિત્રનો સંભવ કયારેય પણ હોતો નથી. તેની ગણના પણ અકર્મભૂમિમાંજ થાય છે.
– અન્યત્ર નો અર્થ અહીં “નિષેધ” કે “વર્જન' કરેલો છે કેમકે મહાવિદેહ માં આવેલ હોવાથી દશ-કુરુક્ષેત્રોની ભૂમિ-ને કર્મભૂમિ ન ગણવા આ પદ થકી નિષેધ દર્શાવાયો છે.
જે ભૂમિ ઉપરોકત ૧૫-ભૂમિ [૧૭૦ ક્ષેત્રો] ને કર્મભૂમિ કહી છે – પણ કર્મભૂમિ એટલે શું? - સર્વપ્રથમ જુદી જુદી વ્યાખ્યાઓ કરી પછી તેનું ભાષ્ય જણાવે છે.
–જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને ઉપદેશ કરનારા તીર્થકરો પેદા થઈ શકેછેતેભૂમિને કર્મભૂમિ કહી છે.
– કર્મના નાશ માટેની જે ભૂમિ તે કર્મભૂમિ -જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિધ્ધિ પ્રાપ્ત થઈ શકે તે કર્મભૂમિ
જો કે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનો બન્ધ અને વિપાકતો બધાં મનુષ્ય ક્ષેત્રોમાં સરખો છે. તો પણ અહીં કર્મભૂમિ વ્યવહાર વિશેષના નિમિત્તથી છે.
– સર્વાર્થ સિધ્ધ ની પ્રાપ્તિ કરાવનાર અથવા તીર્થંકર પ્રકૃતિ બંધાવનારા શુભ કર્મો-અને-સાતમી નરકમાં લઈ જનારા પ્રકૃષ્ટ અશુભ કર્મો આ ભૂમિમાં જ બંધાય છે.
- સકળ સંસારનો છેદ કરાવનારી પરમનિર્જરા ના કારણભૂત તપશ્ચર્યાદિ ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org