________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૫
૧૨૫
-આ ચારે અંતર દ્વીપ જંબુદ્વીપ જગતીથી પણ ૯૦૦યોજનના અંતરે છે. ' - આ સિાતમા ચારે અંતર દ્વીપ પરિધિ ૨૮૪૫ યોજનની છે. સાતમા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં ઘનદંત, અગ્નિખૂણામાં- લષ્ટદંત નૈઋત્ય ખૂણામાં- નિગૂઢદંત, વાયવ્ય ખૂણામાં-શુધ્ધદંત
નોંધઃ- (૧) આ પ્રમાણે લઘુહિમવંત પર્વતની ચારે દાઢા છે તે પ્રત્યેક દાઢા ઉપર ઉપરોકત સાત-સાત દ્વીપ છે એ રીતે લઘુ હિમવંત પર્વતની ચાર દાઢા ઉપર કુલ ૨૮ અંતર દ્વીપ આવેલા છે.
(૨) આજ પ્રમાણે અને આજ નામ વાળા બીજા ૨૮ અંતર દ્વીપ શિખરી પર્વતની ચારે દાઢાઓ ઉપર આવેલા છે.
(૩) પ્રત્યેક દાઢા ઉપર આવેલો અંતર ટ્રીપ ક્રમસર આવેલા જાણવા જેમ કેઇશાનખૂણામાં-એકોક-પછી-યકર્ણ-પછી-આદર્શમુખ-પછી-અશ્વમુખ
-પછી-અધ્વકર્ણ-પછી-ઉલ્કામુખ-પછી-ઘનદંત એ રીતે સાતે અંતર દ્વીપક્રમશઃ એકજ રેખા ઉપર આવેલા છે.
(૪) આજ પ્રમાણે-અગ્નિખૂણામાં આભાષિક આદિ સાત (પ) આજ પ્રમાણે-નૈઋત્ય ખૂણામાં વૈષાનિક આદિ સાત (૬) આજ પ્રમાણે-વાયવ્ય ખૂણામાં લાંગૂલિક આદિ સાત અંતર દ્વીપો કમશઃ એકજ રેખા ઉપર આવેલા છે. (૭)લઘુ હિમવંત ની ચાર દાઢા ઉપરના કુલ ૨૮ અંતર દ્વીપ (૮)શિખરી પર્વત ની ચાર દાઢા ઉપરના કુલ ૨૮ અંતર દ્વીપ
–એ બંને મળીને કુલ-૫ અંતર દ્વીપ છે જેને પ્લેચ્છ અનાયી ભૂમિ ગણેલી છે. અર્થાત આ ૫૬ અંતર દ્વીપના મનુષ્યોને પ્લેચ્છ જાણવા.
જ આ પદ અંતર દ્વીપના મનુષ્યો કેવા હોય? ૮૦૦ ધનુષ ઉંચા, યુગલિક ધર્મને પાળનારા, -પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ આયુષ્યવાળા, -૪ પાંસળી વાળા, એક દિવસને અંતરે આહાર લેનારા, -આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપનારા -પોતના અપત્ય યુગલિકનું ૭૯ દિવસ પાલન કરનારા, -હેમવત ક્ષેત્રના કલ્પવૃક્ષદિ કરતા અનંતગુણ હીન એવા રોગાદિ ઉપદ્રવ રહિત કલ્પવૃક્ષથી ભોગાદિ સામગ્રી મેળવતા, -ભવનપતિ કે વ્યન્તર નામક દેવગતિ ને પ્રાપ્ત કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org