________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
મ્હેજી: – સર્વ સામાન્ય વ્યાખ્યા થી જે આર્ય નથી તે મ્લેચ્છ [અનાર્ય] – હવે પછી કહેવાનારા છ પ્રકારના આર્યો થી વિપરિત લક્ષણવાળા સર્વે મ્લેચ્છ અથવા અનાર્ય કહેવાય છે.
૧૨૦
-કર્મભૂમિમાં રહેવા છતાં ક્ષેત્ર-જાતિ આદિ છ લક્ષણોથી વિપરિત એવા શક, યવન,કંબોજ, શબર,પુલિંદ આદિ જાતિના તેમજ ૨૫ ॥ આર્ય દેશ સિવાય અન્યત્ર દેશોમાં ઉત્પન્ન થયેલાને મ્લેચ્છ જ જાણવા
-અકર્મભૂમિ અને અંત ીપ માં ઉત્પન્ન થનારા પણ ઉકત વ્યાખ્યાનુસાર મ્લેચ્છો જ છે [જેનું વર્ણન આગળ કરેલ છે]
• શિષ્ટ આચરણ અને શીલ થી વિપરીત આચરણ કે વીપરીત શીલવાળા મનુષ્યો ને પણ મ્લેચ્છો જ જાણવા
– શ્રી સૂયગડાંગ સત્ર ની વૃત્તિ મુજબ- જેણે ‘‘ધર્મ’’ એવા અક્ષરો સ્વપ્નમાં પણ સાંભળેલ નથી તેને અનાર્ય [મ્લેચ્છો] જાણવા.
આર્ય ના ભેદઃ– ભાષ્યકાર મહર્ષિ આર્યોના છ ભેદ દર્શાવ છેઃ— (૧) ક્ષેત્ર (૨) જાતિ (૩) કુળ (૪) કર્મ (૫) શિલ્પ (૬) ભાષા [૧] ક્ષેત્રાર્ય: સામાન્ય થી પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા તે ક્ષેત્રાર્ય. -વિસ્તાર થી કહીએ તો
(૧) મહાવિદેહની ૩૨ ચક્રવર્તીની વિજયો – ૫ વિદેહની કુલ ૧૬૦ (૨) પાંચે ભરતમાં આવેલા સાડાપચીસ-સાડાપચીસ આર્યદેશો (૩) પાંચે ઐરાવતમાં આવેલા સાડાપચીસ-સાડાપચીસ આર્યદેશો આ રીતે ૧૦ ક્ષેત્રના કુલ ૨૫૫ આર્યદેશ તથા વિદેહની વિજયોને આર્યક્ષેત્ર કહ્યું છે. તેથી તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને ક્ષેત્રાર્ય કહે છે.
– આર્યક્ષેત્ર માં જન્મેલા મનુષ્યો સામાન્યથી સદાચાર અને સંસ્કાર વાળા હોય છે વળી આ ભૂમિને પવિત્ર ભૂમિ કહી છે કેમકે તીર્થકર ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો આ ભૂમિમાંજ પાકે છે.
– ભરત ક્ષેત્ર ની દ્દષ્ટિએ કહીએતો મધ્યખંડમાં આ ૨૫ા દેશો આવેલા છે તેથી બાકીના પાંચે ખંડ અનાર્ય ભૂમિજ ગણાશે આ રીતે પાંચે ભરત અને પાંચે ઐરાવતમાં સમજી લેવું.
સાડી પચીસ આર્યદેશો ક્યા?
(૧)અંગ,(૨)બંગ,(૩)કલિંગ,(૪)મગધ,(૫) કુરુ, (૬)કોશલ, (૭)કાશી,(૮)કુશાર્ત, (૯)પંચાલ, (૧૦)વિદેહ, (૧૧)મલય, (૧૨)વત્સ,(૧૩)સુરાષ્ટ્ર,(૧૪)શાંડિલ્ય, (૧૫)વરાડ,(૧૬)વરણ,(૧૭)દશાર્ણ,(૧૮)જંગલ,(૧૯)ચેહી,(૨૦)સિંધુસૌવીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org