________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪
૧૧૭
સારાંશ એજ કે મનુષ્યોના જન્મ-મરણ અઢીદ્વિીપની બહાર સંભવતા નથી.
4 અપવાદઃ
ભાષ્યકાર મહર્ષિ જન્મ-મરણ ના નિયમનો અપવાદ જણાવે છે કે સમુદૂધાત અને ઉપપાત ની અપેક્ષાએ મનુષ્યનું – મનુષ્યક્ષેત્ર બહાર પણ જન્મ-મરણ સંભવ છે.
(૧) સમુદૂધાતઃ સમુદધાત એટલે આત્મપ્રદેશોનું શરીર સાથેનો સંબંધ છોડયા સિવાય બહાર નીકળવું.
– સમુદ્ધાતના સાત ભેદ છે. જેમાં અહીં મારણાન્ટિક સમુદઘાત એ એક ભેદને લક્ષમાં લીધો છે.
- જો કે કેવળી સમુદ્ધાતમાં પણ આત્મ પ્રદેશો અઢી દ્વીપની બહાર નીકળી જાય છે. પણ તેમાં મરણ થતું નથી. અને પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં મરણને આશ્રીનેજ વાત લખી હોવાથી કેવળી સમુદ્ધાતને ગણતરીમાં લીધેલ નથી.
–એવું કહેવાય છે કે મરણ સમુદઘાત કરનારો જીવસમુદ્રઘાત કરીને અઢી દ્વીપની બહાર જયાં જન્મ ધારણ કરવાનો હોય ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને ત્યાંજ મૃત્યુ પામે છે. તેઅપેક્ષાનેલામાં લઈએ તો-તેના આત્મપ્રદેશથકી તેમનુષ્ય અઢી દ્વીપની બહાર મરણ પામ્યો કહેવાય. જોકે તેનું શરીર તો મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે.
(૨) ઉપપાત અઢી દ્વીપની બહારનો કોઈજીવ જયારે મૃત્યુપામે. મૃત્યુ પછી તે મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય તો તેને વિગ્રહગતિમાં મનુષ્ય આયુનો ઉદય હોય છે.
તેથી ઉપપાત ની અપેક્ષાએ તેનો જન્મ મનુષ્ય ક્ષેત્રની બહાર થયો. તેવું કહી શકાય, અલબત તે જીવ પણ માનવ શરીર તો મનુષ્ય લોકમાં આવીને ગ્રહણ કરે છે.
જીવાભિગમસૂત્રની ચોથી પ્રતિપત્તિમાં પણ જણાવે છે કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ ઉકત ૧૦૧ ક્ષેત્રોમાંજ સંભવે છે. તે સિવાયના અઢી દ્વીપોમાં કે અઢી દ્વીપ બહાર બહુલતાએ મનુષ્યનો જન્મ કે મૃત્યુ સંભવતુ નથી.
જે મનુષ્ય ક્ષેત્ર[અઢી દ્વીપ ની બહાર શું શું ન હોય – - દીવસ - રાત્રિ આદિની સમય વ્યવસ્થા નહોય. – વ્યવહાર સિદ્ધ કાળ સમય, આવલિ થી સાગરોપમ સુધી નહોય – ચંદ્ર- સૂર્યનું ગ્રહણ, ચંદ્રની ક્ષય-વૃદ્ધિ કે ચંદ્ર-સૂર્ય પરિભ્રમણન હોય. – બાદર અગ્નિકાય (અગ્નિ) ન હોય. – ઉત્પાત સૂચક ગાંધર્વનગર આદિ ચિહનો ન હોય - વીજળી, ગર્જારવ આદિ કંઈ જ નહોય. - ઉત્તરાયણ કે દક્ષિણાયન ન હોય – અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ આદિ કંઈ જ નહોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org