________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - કદાચ કોઈ વિઘાઘર કે કોઈદેવતે મનુષ્યનું હરણ કરીને લઈગયો હોય, અથવા તે મનુષ્ય પોતાની લબ્ધિના બળે વર્ષઘર પર્વત પર ગયેલ હોય અને કદાચ કયારેક મૃત્યુ પામે તો તેનું મરણ ઉકત ૧૦૧ ક્ષેત્રો સિવાયના અઢી દ્વીપમાં થઈ શકે છે.
પણ જોસંહરણકેલબ્ધિ નિમિત્તે અઢીદ્વીપમાં કોઈપણ જાયતોસમગ્રમનુષ્યલોકમાં [અઢી દ્વીપમાં તેનો સર્વત્ર વાસ છે તેવું સમજી શકાય.
- અઢી દ્વીપની બહાર મનુષ્ય કઈ રીતે સંભવે?
પૂર્વેકહયા મુજબ મનુષ્ય પરઅંતર્લીપ અને ૩૫ક્ષેત્રોમાં વસે છે. તે અઢીદ્વિીપમાં પણ અન્યત્ર કયાંય વસતો નથી પરંતુ અઢી દ્વીપમાં અન્યત્ર કે અઢી દ્વીપની બહાર તે કયારેક જોવા મળે છે તેના સંભવિત કારણો જણાવે છે:
૧. અગર કોઈ વિઘાઘર – કોઈ દેવ કે દાનવ વૈરબુદ્ધિથી જે-તે મનુષ્યનું સંહરણ કરીને મનુષ્ય લોકની બહાર લઈ ગયો હોય તો
૨. જંઘાચારણ કે વિધાચારણ મુનિઓ નંદીશ્વરદ્વીપાદિમાં જાય છે તેને આશ્રીને મનુષ્ય અઢીદ્વિીપ બહાર જોવા મળી શકે છે.
૩. વૈક્રિયાદિ લબ્ધિ ને કારણે પણ અઢીદ્વીપ બહાર જોવા મળે ૪. સમુદ્ધાત ને આશ્રિને મનુષ્યનું અઢી દ્વીપ ની બહાર ગમન સંભવે.
જ અઢી દ્વીપની બહાર મનુષ્યના જન્મ મરણ સંભવે ખરા? જન્મઃ મનુષ્યક્ષેત્ર બહાર કોઈ મનુષ્યનો જન્મ થયો નથી થતો નથી થશે પણ નહી.
-મરણ મનુષ્ય ક્ષેત્ર બહાર કોઈ મનુષ્યનું મરણ પણ થયું નથી થતું પણ નથી – થશે પણ નહી.
કદાચ કોઈ દેવ કે વિધાધર દુષ્ટબુદ્ધીથી, પૂર્વાનુબદ્ધ વૈરના નિર્યાતન માટે એમ વિચારે કે મનુષ્યને અહીંથી ઉપાડીને મનુષ્યલોકની બહાર ફેંકી દઉકે જેથી ઉર્ધ્વશોષપણે શોષાઈને મરી જાય. તથાપિલોકાનુભવથી જ તે દેવકે વિધાઘરની બુદ્ધિમાં પરાવર્તન થાય છે અને તે સંહરણ કરતો નથી.
– વળી કદાચિત છે તે કોઈનું સંહરણ કરે તોપણ પાછો લાવી તે મનુષ્યને મૂળ સ્થાને મૂકી દે છે. પણ મનુષ્ય ક્ષેત્રની બહાર મનુષ્યનું મૃત્યુ થાય નહીં
- લબ્ધિ ધારી મુનિ [મનુષ્યો] પણ નંદીશ્વરદ્વીપાદિકમાં કદી મૃત્યુ પામતા નથી મનુષ્ય ક્ષેત્રમાં જ આવીને મરણ પામે છે.
ભગવતીજી સત્રશતકરપના ઉદ્દેશા-દમાં આગળ જણાવે છે કે-આવુંસંહરણ પણ –“શ્રમણી, વેદરહિત, પરિહારવિશુદ્ધિ, સંયમી, પુલાક, અપ્રમત, ચૌદપૂર્વધર, આહારકલબ્ધિવંતનું સંભવતુંજનથી”, તેથી આટલા પ્રકારના મનુષ્યો સિવાયના માટે જ સંહરણનો સંભવ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org