________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બૃહત્ ક્ષેત્ર માસમાં પણ ગાથા ૨૫૭માં આ વાત કહેલી છે કે – “માનુષોત્તર પર્વત ઉપર ચારે દિશામાં પર્વતના મધ્ય ભાગમાં એક એક સિદ્ધકુટ છે. તેના ઉપર જિનભવન છે''
–આચારે જિનભવનો ૫૦યોજન લાંબા, ૨૫યોજન પહોળા, ૩યોજનલાંબા છે. આવો આ માનુષોતર પર્વત કહયો છે તેની પૂર્વેમનુષ્યો છે. અર્થાત મનુષ્યોનો વાસ છે.
જ માનુષોતર પૂર્વે એટલે શું? માનુષોત્તર પૂર્વે અઢી દ્વીપ અને બે સમુદ્ર આવેલા છે તે મળે
– જંબુદ્વીપ – પછી – લવણ સમુદ્ર -પછી- ધાતકી ખંડ-પછી- કાલોદ સમુદ – પછી – પુષ્કરવરદ્વીપ અડધો- એ રીતે અઢી કપ અને તેની વચ્ચે રહેલા બે સમુદ્ર.
– એવુ જે આ અઢી કપ ક્ષેત્ર છે જેને મનુષ્ય લોક કહેવામાં આવે છે. તે મનુષ્યલોકમાં આવેલા દ્વીપ ક્ષેત્ર અને પ૬ અંતર્લીપમાં મનુષ્યોનો વાસ છે.
જ ૩૫ ક્ષેત્ર એટલે કયા ક્ષેત્ર? - ૩૫ ક્ષેત્ર એટલે ૩૫ વર્ષક્ષેત્ર અથવા મહાક્ષેત્ર – જંબૂદ્વીપના ૭, ધાતકી ખંડના – ૧૪, પુષ્કરાર્થના ૧૪
-જંબૂઢીપમાં ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રમકક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર એ સાત ક્ષેત્ર.
– ધાતકીખંડના પૂર્વભાગમાં રહેલા આ ભરતાદિ સાતક્ષેત્ર અને પશ્ચિમ ભાગમાં રહેલા આ જ સાત ક્ષેત્ર એટલે કુલ ૧૪ ક્ષેત્ર
– પુષ્કરાઈના પૂર્વ ભાગમાં રહેલા આ ભરતાદિ સાત ક્ષેત્ર અને પશ્ચિમ ભાગમાં રહેલા આ જ સાત ક્ષેત્ર એટલે કુલ ૧૪ ક્ષેત્ર
આ ૭ + ૧૪+૧૪ એવા કુલ ૩૫ ક્ષેત્ર માં મનુષ્યો નો વાસ છે. જ ૫૬ અંતર્લીપ એટલે કયા?
લઘુ હિમવન્ત નામક વર્ષઘર પર્વત છે. તેવા પૂર્વ તરફનો છેડો સમુદ્રમાં મગરના ફાડેલા મુખ સરખો બે ફાડ થઈને આગળ વધે છે. જેની એક ફાડ દક્ષિણતરફ વધતી વધતી, જગતીને અનુસાર વક્ર થતી જાય છે અને બીજી ફાડ ઉત્તર તરફ વધતી વધતી, જગતીને અનુસારે વક્ર થાય છે.
એજ રીતે હિમવંત પર્વતનો પશ્ચિમ તરફનો છેડો છે. તે પણ બે ફાડ મગરે ફાડેલા મુખની જેમ રહેલી છે.
આ બંને ફાડીને હિમવંત પર્વતની દાઢા કહે છે.
આ ચારે દાઢામાં ૭-૭ અંતદ્વીપો આવેલા છે. આમ હિમવંત પર્વતની ચારે દાઢા થઈ કુલ ૨૮ અંતર્લીપો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org