________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪
૧૧૩
માનુષોતર પર્વતનું સ્વરૂપ
- સોળ લાખ યોજન ચક્રવાલ વિસ્તાર ધરાવતા એવા પુષ્કર [વર] દ્વીપ ના બરાબર મધ્યભાગમાં આ વલયાકાર પર્વત આવેલો છે.
- મનુષ્ય ક્ષેત્રની સીમા નકકી કરતો હોવાથી સાવર્થ નામ વાળો એવો આ માનુષોત્તર પર્વત છે.
– બન્ને તરફ સુંદર વેદિકા અને વનથી સુશોભિત છે. તેમજ જાંબુનદ સુવર્ણ નો બનેલો છે.
– જેમ કેસરી સિંહ આગળના બે પગને ઉંચા કરીને અને પાછળના બે પગને પૂત–પ્રદેશ વડે સંકોચીને બેસે ત્યારે તે માથાના ભાગમાં જેમ અત્યંત ઉંચો લાગે અને પાછળ ના ભાગમાં ક્રમશઃ નીચો લાગે તે રીતે આ પર્વત પણ સિંહનિષધા – સિંહના બેસવાની સમાન આકૃતિ વાળો છે.
- અથવા વેવાઈસંસ્થાન સથિત: અર્ધા જવના આકારવાળો છે.
- આ પર્વત કાલોદધિ સમુદ્રની દિશામાં સમાન ભીંત જેવો એકસરખો ઉંચો છે. અને પાછળના ભાગમાં એકેક પ્રદેશની હાનિ વડે કરીને ક્રમશઃ નીચો નીચો છે એટલે કે બહારની બાજૂ જ ઘટતા વિસ્તાર વાળો છે.
જ માનુષોતર પર્વતનું કરણ ગણિતઃ. કુલ ઉંચાઈ–૧૭૨૧ યોજન–જેમાં થી ભૂમિમાં –૪૩૦યો. ૧ ગાઉ. પૃથ્વી પર વિસ્તાર-૧૦૨૨ યોજન - મધ્યમાં વિસ્તાર-૭૨૩યોજન શિખરનો વિસ્તાર-૪૨૪ યોજન તેના પર આવેલ કુટ- ૧૨ પરિધિશિખરપાસે ૧,૪૨,૩૨,૭૩૧યો.-અત્યંતર પરિધિ૧,૪૨,૩૦,૨૪હ્યો.
– આ પર્વત ના ઉદ્ઘભાગે સુપર્ણકુમાર દેવો વસે છે. અને અંદરના ભાગમાં મનુષ્યોનો વાસ કહયો છે.
- આ પર્વતની ચારેય દિશામાં ત્રણ-ત્રણ કુટો છે. અને તે બારેય કૂટ ઉપર એક દેવતા અધિષ્ઠિત છે. ચારે વિદિશામાં પણ એક એક ફૂટ છે.
-માનુષોત્તરપર્વતની બરાબર-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશામાં એક એક કૂટ ઉપર એક એક શાશ્વત જિનાલય રહેલું છે. જો કે સ્પષ્ટતયા સિદ્ધાંતમાં આ જિનાલયનો ઉલ્લેખ નથી તો પણ આગમમાં કહયું છે કે-વિઘાચારણ મુનિ તિછગતિમાં આ ગિરિ ઉપર ચૈત્યવંદન પૂર્વક વિશ્રામ કરે છે. માટે ત્યાં જિનાલય રહેલું છે.
“ભગવતીજી સૂત્રમાં જણાવે છે કે – “વિધાચરણ ઋષિ એક ઉત્પાત વડે માનુષોતર પર્વત ઉપર જાય છે. ત્યાં ચૈત્ય વંદન કરે છે'.
માટે અહીં જિન ચૈત્ય છે તે વાત નિર્વિવાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org