________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
– એટલેકે ક્ષેત્ર અપેક્ષાએ મનુષ્ય નો નિવાસ ઉકત સ્થાનમાં હોય છે.
-
- જે તે ક્ષેત્રના મનુષ્ય જે - તે ક્ષેત્રમાં જ રહે છે.
– કદાચિત્ ભરત ખંડનો મનુષ્ય લબ્ધિ કે સમુદ્રઘાત અપેક્ષાએ મહાવિદેહાદિ અન્ય ક્ષેત્રોમાં જાય તો પણ તેની ઓળખ તો ક્ષેત્ર ને આશ્રીને જ અપાય છે. જેમકે – ભરત ક્ષેત્રનો મનુષ્ય ભારતીય કહેવાય છે. હૈમવત ક્ષેત્રનો હોય તો હૈમવતીય જ કહેવાય છે. અથવા જંબુદ્રીપનો મનુષ્ય જંબુદ્રીપીય કહેવાય. ધાતકી ખંડનો મનુષ્ય-ધાતકીખંડીય જ કહેવાય છે.
મનુષ્યની ઉત્પતિ પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર ટુંકુ વાકય જ મુકે છે કે મનુષ્યની ઉત્પતિ – માનુષોતર પર્વતની પહેલા હોય છે.
સ્વોપજ્ઞ ભાષ્યમાં થોડો વિશેષ ખુલાસો મુકયો કે મનુષ્યો અઢી દ્વીપમાં રહેલા ૩૫ક્ષેત્રો અને ૫૬ અંતર્હીપજ માં જ ઉત્પન્ન થાય છે.
– તેના કરતા પણ આગળ વિચારીએ તો : મનુષ્યોના બે ભેદ (૧) ગર્ભજ (૨) સંમૂર્ણિમ
-
– આ બંને પ્રકારના મનુષ્યોની ઉત્પતિ ઉકત ૯૧ [૧૦૧] સ્થાનોમાં જ થાય છે. પણ સંમૂર્છિમને આશ્રિને વધારામાં એટલું જણાવે કે – ઉકત સ્થાનોમાં ઉત્પન્ન થયેલા ગર્ભજ મનુષ્યોની –(૧)વિષ્ટામાં, (૨) મૂત્રમાં, (૩) બળખામાં, (૪) નાકના મેલમાં, (૫) વમનમાં, (૬) પિત્તમાં, (૭) રૂધિરમાં, (૮) વીર્યમાં, (૯) કલેવરમાં (૧૦) સીમાં, (૧૧) સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૨) શુક્રમાં તેમજ (૧૩) નગરની ગટર અને (૧૪) સર્વ અપવિત્ર સ્થળોમાં – સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે
અહીં સૂત્રકારને ફકત ક્ષેત્ર જ જણાવવું છે. કેમકે આ પ્રકરણ જૈન ભૂગોળ વિષયક ચાલે છે માટે ફકત સ્થળ નિર્દેશકરીને સૂત્ર તથા સ્વોપજ્ઞ ભાષ્ય પૂરૂ કરેલ છે.
* મનુષ્યની ઉત્પતિનું – અધિકરણ/ક્ષેત્ર ઃ
‘‘મનુષ્યો – માનુષોત્તર પર્વતની અંદરના ક્ષેત્રમાં જ થાય છે’’ એવા કથનથી મનુષ્યોની ઉત્પતિનું અધિકરણ નકકી થયું. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય ઉત્પતિ ક્ષેત્રની મર્યાદા દર્શાવવામાં આવી. આવી મર્યાદા કે અધિકરણ દર્શાવવાનો હેતુ શો ? સર્વ સાધારણ રીતે મનુષ્યોનુ આ ક્ષેત્ર બહાર કદી ગમન થઇ શકતું નથી, કદી કોઇ મનુષ્યનો આ ક્ષેત્ર બહાર જન્મ થતો નથી કે મરણ થતુ નથી. આગળ વધીને કહીએ તો વિશીષ્ટ ઋદ્ધિ આદિ કારણો સિવાય કદાપી કોઇ મનુષ્ય આ ક્ષેત્ર મર્યાદા બહાર સંભવતો નથી. માટે આ દ્વીપ ક્ષેત્રને મનુષ્યની ઉત્પતિનું ક્ષેત્ર કે અધિકરણ કહયું છે.
પરંતુ આ વ્યાખ્યાનુસાર બેબાબતની સ્પષ્ટતા આવશ્યક બનેછે– (૧) માનુષોત્તર પર્વતનું સ્વરૂપ (૨) ઉત્પતિના ૯૧ [૧૦૧] ક્ષેત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org