________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪
૧૧૧ U [10] નિષ્કર્ષ- સૂિત્રઃ ૧૨-૧૩નો સંયુક્ત]
સૂત્રઃ ૧૨-૧૩ માં મુખ્યવાત ધાતકી ખંડ અને પુષ્કરાર્ધ દ્વીપ સંબંધી છે. જંબૂદ્વીપમાં ક્ષેત્ર-પર્વત થી બમણી સંખ્યાના ક્ષેત્ર પર્વત છે એ વાતની મુખ્યતા છે.
પણ ભાષ્યકાર મહર્ષિએ માનુષોત્તર પર્વતની વાત અહીંસાંકડી લઈને નવી દિશા સુઝાડી દીધી- જો મોક્ષમાં જવું છે તો મનુષ્ય જન્મ આવશ્યક છે આ મનુષ્ય જન્મ માત્ર ઉપરોકત અઢીદ્વીપ માંજ પ્રાપ્ત થાય છે. વળી ધર્મની બુધ્ધી એ ક્ષેત્રોની વિચારણા માટે ૨૫૫-આયદિશ પણ અઢી દ્વીપ માંજ કહ્યા છે.
આ રીતે મનુષ્યપણુ-આર્યક્ષેત્ર-ધર્મપ્રાપ્તિ અને મોક્ષ માટેની લાયકભૂમિની દિશા આ સૂત્રો થકી પ્રાપ્ત થાય છે.
| _ _ _ _ _ (અધ્યાયઃ ૩-સૂત્ર : ૧૪) U [1]સૂત્રહેતુ “મનુષ્ય' શબ્દનો ઉલ્લેખ કેટલાંયે સ્થળે જોવા મળે છે. પણ જેમ નારકી નરકમાં રહે, દેવો વિમાન કે ભવનોમાં રહે તેમ મનુષ્ય કયાં રહે? તે જણાવવા માટે આ સૂત્ર છે – મનુષ્યોના નિવાસ સ્થાનની મર્યાદાને જણાવે છે.
[2] સૂત્ર મૂળ: પ્રા[મનુષોતરાત્મનુષ્યો: U [3] સૂત્ર પૃથક- પ્રા| મનુષોતરન મનુષ્ય: U [4] સૂત્ર સાર માનુષાંતર પર્વતની પહેલાં મનુષ્યો નિો વાસ છે] U [5] શબ્દશાનઃપ્રા: પૂર્વે પૂર્વ ભાગ સુધી . માનુષોતરીન: માનુષોત્તર નામક પર્વતની મનુષ્ય મનુષ્યો. U [6] અનુવૃતિઃ કોઈ સ્પષ્ટ અનુવૃતિ વર્તતી નથી.
U [7] અભિનવટીકાઃ સૂત્રમાં મૂળ હેતુતો મનુષ્યોનું નિવાસસ્થાન દર્શાવવાનો છે. છતાં અહીં તેની ક્ષેત્ર આશ્રિત અને પર્યાય આશ્રિત બંને સ્વરૂપે વ્યાખ્યા કરી છે.
-પર્યાય અપેક્ષાએ મનુષ્યઃ મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિ નામકર્મના ઉદયથી જે જન્મ ધારણ કરે છે તે જીવોને મનુષ્ય કહે છે. અર્થાત ચારગતિમાં જેઓ મનુષ્ય ગતિના પર્યાયને પામેલા છે તે જીવો મનુષ્ય કહેવાય.
- ક્ષેત્ર અપેક્ષાએ મનુષ્ય: માનુષોતર પર્વતની પૂર્વમાં પહેલા એટલેકે માનુષોતરા પર્વતની મર્યાદાથી ઘેરાયેલા ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રમાં ૩પ ક્ષેત્રો અને પs અંતર્ધ્વપોમાં મનુષ્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org