________________
૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નથી પણ નીચેની ભૂમિની લંબાઈ પહોડાઈ અધિક છે.
છત્રાતિછત્ર સંસ્થાન ઘસવતી આપૃથ્વીનું પ્રમાણ રત્નપ્રભા ૧રજજુ,શર્કરપ્રભારારજજુ,વાલુકાપ્રભા૪ રજજુ, પંક પ્રભા પરજ,ઘુમ પ્રભા- ૬૨જજુ, તમ પ્રભા વારજજુ અને મહાતમપ્રભા ૭રજજુપ્રમાણવિસ્તારવાળી છે. માટે સૂત્રકારે થોથ: પૃથુતર:– શબ્દો વાપરેલ છે.
• રત્નપ્રભાદિ પૃથ્વિીની જાડાઈઃ- સૂત્ર સાથે સંકડાયેલી એવી આ મહત્વની બાબત છે કેમકે પૃથુતર:-શબ્દ થી એવો ભ્રમ થવાનો સંભવ છે કે આ પૃથિવીની જાડાઈ પણ અધિકાધિકહશે તેથી સૂત્રકારે સ્વોપજ્ઞભાષ્યમાં જાડાઈનું સ્પષ્ટીકરણ કર્યું છે કે
રત્નપ્રભા પૃથ્વિીની જાડાઈ-૧,૮૦,૦૦૦યોજન, શર્કરપ્રભાની ૧,૩૨,૦૦૦ યોજન, વાલુકાપ્રભાની ૧, ૨૮,000 યોજન, પંકપ્રભાની ૧,૨૦,000 યોજન, ધૂમપ્રભાની ૧,૧૮,૦૦૦યોજન, તમ પ્રભાની ૧,૧૬,૦૦૦યોજન અને મહાતમઃ પ્રભા પૃથિવીની જાડાઈ-૧,૧૮,૦૦૦ યોજનની છે. બૃહત સંગ્રહણીમાં કહ્યું છે
पढमा असीइ सहस्सा, बतीसा, अळूवीस वीसा य!
अद्दारसोलसठ्ठ य. सहस्स लवखोवरिं कुज्जा!! २८१ જ વિશેષ:
૪ રત્નપ્રભા ભૂમિના ત્રણકાંડઃ- રત્નપ્રભા પૃથ્વી ઉપર મનુષ્યો તિર્થંચો, ભવનપતિ તથા વ્યંતર દેવો અને નારકો એમ ચારે ગતિના જીવ રહે છે. ૧,૮૦,૦૦૦ યોજના જાડાઇ ધરાવતી આ પૃથ્વીના ત્રણ કાંડછે. ખરકાંડ, પંકબહુલકાંડ, જલબહુલકાંડ
૧૦૦૦યોજન જાડો એવો ખરકાંડ [ખરભાગ) રત્નપ્રચુર છે જે સૌથી ઉપર છે તેની નીચે ૮૪૦૦૦ની જાડાઈ વાળો પંકબહુલકાંડ કાદવથી ભરેલો છે તેની નીચેનો જલ બહલકાંડ પાણીથી ભરેલો છે જે ૮૦,૦૦૦યોજનનો છે.
ખરભાગના સૌથી ઉપરના ભાગમાં મનુષ્યો તથા તિર્યંચો રહે છે ખરભાગ અને પંકબહલ ભાગમાં વ્યંતર તથા ભવનપતિના નિવાસો અને જલ બહુલ ભાગમાં નરકાવાસો છે.
૪ સૂત્રમાં ઘન શબ્દ શામાટે મુકયો?qવાતાવશ પ્રતિષ્ઠા: એમ કહેવાથી પણ કાર્ય સિધ્ધ થઈ શકત.
ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે યથા પ્રતિયતે ધન વ અધ: પૃથિવ્ય: માત્ર
શબ્દ થી પાણી એવો અર્થ થાય છે પણ ઘન પૃથ્વી ની નીચે એટલે કે થીજેલા ઘી જેવું પાણી પ્રત્યેક પૃથ્વી ની નીચે રહેલું છે તે જણાવવા ધન શબ્દનું ગ્રહણ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org