________________
૯
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧
પૃથ્વીનો આધાર ઉદધિ છે. ઉદધિનો આધાર વાયુ છે. અને વાયુનો આધાર આકાશ છે. - શંકા ઃ વાયુને આધારે પાણી અને પાણીને આધારે પૃથ્વી રહી જ કેવી રીતે શકે ?
ભગવતીજીમાં જણાવે છે કે ચામડાની મસક લેવામાં આવે. કોઇ પુરુષ તેને ફૂલાવે પછી વાધ૨ીની મજબૂત ગાંઠ થી મસકનું મોઢુબાંધી દે. એજ રીતે મસકના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે. એમ થવાથી મસકના બે ભાગ થઇ જશે. મસકનો આકાર ડાકલા જેવો બની જશે.
હવે મસકનું મોઢું ઉઘાડી ઉપલા ભાગનો પવન કાઢીલે તે જગ્યાએ પાણી ભરી દે પછી મસકનું મોઢું બંધ કરી દે. પછી વચ્ચેનું બંધન છોડી દે. તો જણાશેકે મસકમાં નીચે ના ભાગે વાયુ છે અને ઉપરના ભાગે પાણી છે. ત્યાં પાણીનો આધાર વાયુ થયો કે નહીં? તે રીતે નરકમાં પણ નીચે વાયુને આધારે પાણી હોય છે. પાણીને આધારે પૃથ્વી પણ રહે છે.
* સપ્ત:——સૂત્રકારેસૂત્રમાં સપ્ત-શબ્દ પ્રયોજેલ છે. સામાન્ય અર્થમાં પૃથ્વીના વિશેષણ તરીકે તેનો સાત એવો અર્થ કર્યો છે. પણ સાત શબ્દ ન હોય તો પણ રત્નશા એ રીતે સાત પૃથ્વીના ના નામ જણાવેલા જ છે. તો અહીં સપ્ત:-શબ્દનું પ્રયોજન શું ? કેટલાંક દર્શનકારો અસંખ્ય પૃથ્વીઓ માને છે. પણ પૃથ્વી [અધોલોકની દૃષ્ટિએ] ફકત સાતજછે. તે સૂચવવા માટે સપ્ત શબ્દ પ્રયોજેલ છે [આઠમી પૃથ્વી સિદ્ધશીલા ગણી છે પણ તે ઉર્ધ્વલોકની ટોચે છે]
* સપ્ત—ગ્રહણનિયને માટેછે. જેથી રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી અનિયતસંખ્યા વાળી ન જણાય, સાત જ પૃથ્વી છે. તેવું અવધારણ થઇ શકે, તેમજ અસંખ્ય પૃથ્વીની માન્યતાનો પ્રતિષેધ થાય એ હેતુ થી સૂત્રકારે સપ્ત:—શબ્દ મુકેલ છે.
-
અયોયઃ— ઞધોધ નીચે નીચે – રત્નપ્રભાદિ સાતે પૃથ્વીઓના સ્થાનને જણાવવા આ પદ મુકેલ છે.
આ સાતે ભૂમિ એક એક ની નીચે રહેલી છે. અર્થાત્ રત્નપ્રભાની નીચે શર્કરા, શર્કરા નીચે વાલુકા એરીતે. [જો કે નીચે નીચે એટલે અડી અડીને નથી. બે પૃથ્વી વચ્ચે ધનોદધિ-ધનવાત—તનુવાત-આકાશ હોવાથી વચ્ચે ખૂબ મોટું અંતર રહેલું છે ] પરિણામે રત્નપ્રભા ની નીચે ધનોદધિ-ધનવાત—તનુવાત-આકાશ તેની નીચે શર્કરા એ રીતે અયોધ: સમજવું જે વાત ઉપર જણાવી ગયા છીએ.
બે દ્યુતરા:—વિસ્તારવાળી. આ શબ્દ પૃથ્વીનું વિશેષણ છે. પૂર્વે અયોય: શબ્દ લખ્યોછે તેથી નીચે નીચેની પૃથ્વી અધિક વિસ્તારવાળી છે તેમ સમજવું. સાતે પૃથ્વીનો આયામ અને વિખુંભ એટલેકે લંબાઇ અને પહોડાઇ પરસ્પર સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org