________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
– પુષ્કર એટલું પદ્મ. આ દ્વીપમાં શ્રેષ્ઠપ્રકારના પદ્મ કે કમળ હોવાથી તેને પુષ્કર [વર] દ્વીપ કહે છે. – જંબુદ્વીપના જંબૂવૃક્ષકે ધાતકીખંડના ધાતકીવૃક્ષની માફક પદ્મ. અને મહાપદ્મ નામના મહાવૃક્ષ આવેલા છે આ પદ્મ શબ્દ પુર નો પર્યાય છે. માટે આ દ્વીપનું નામ પુષ્કર છે.
૧૦૪
-અથવા તો અનાદિકાળ થી આ દ્વીપની પુર્ એવી સંજ્ઞા છે. પુષ્કરાર્ધ-દ્વીપ નો દેખાવઃ
ચક્રના આરા સરખા ૧૨ વર્ષધર પર્વતો અને આંતરા સરખા ૧૪ મહાક્ષેત્રો છે -પુષ્કરાર્ધ દ્વીપ બંગડી અથવા ચક્રકાર રહેલો છે. ધાતકીખંડની માફક અહીં પણ ૧૨ વર્ષઘર પર્વત ચક્ર અથવા પૈડાના આરા સરખા રહેલા છે પણ વિસ્તારમાં બમણાં છે. પૈડામાં કે ચક્રમાં જે રીતે આરાની વચ્ચેનો ખુલ્લો ભાગ હોય તે રીતે આદ્વીપમાં ૧૪ વર્ષક્ષેત્રો રહેલા છે.
-આરા સરીખા પર્વતો હોવાથી આદિથી અંત સુધી તેની પૃથુલતા સમાન છે. -વચ્ચેના આંતરા સરીખાવર્ષ ક્ષેત્રો હોવાથી આદિ-મધ્ય અને અંતે તે અધિકાધિક વિસ્તાર વાળા છે.
જંબુદ્રીપની માફક આ દ્વીપમાં પણ દક્ષિણ થી ઉત્તર તરફ જતાં ઇષુકાર પર્વતની બંને બાજુએ
પ્રથમ ભરતક્ષેત્ર-પછી-હિમવંત પર્વત-પછી-હેમવંતક્ષેત્ર પછી-મહા હિમવંત પર્વત-પછી હરિવર્ષ ક્ષેત્ર-પછી-નિષધપર્વત– પછી-બરાબર મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.
એ-જ-ી-તે ઉત્તર તરફ આગળ વધતા બંને બાજુએ-મહાવિદેહ ક્ષેત્ર પછીપર્વત-પછી-૨મ્યકક્ષેત્ર-પછી-રુકિમપર્વત-પછી-હિરણ્યવંતક્ષેત્ર-પછી .
નીલવંત
-શિખરી પર્વત -પછી- ઐરાવત ક્ષેત્ર અને ઉત્તરમાં મધ્યે ઇષુકાર પર્વત આવેલો છે.
* પુષ્કરાર્ધ દ્વીપમાં-મેરુ પર્વતઃ– પુષ્કરાઈ દ્વીપમાં પૂર્વ તથા પશ્ચિમ બંને વિભાગમાં એક-એક મેરુ પર્વત આવેલો છે.
-આ બંને મેરુ ધાતકી ખંડના મેરુની સમાન જ છે. [જુઓઃ પરિશિષ્ટ ૬-ચિત્રઃ ૧૪] આ મેરુ ની કુલ ઉંચાઇ ૮૫૦૦૦યોજન છે. તદુપરાંત ૪૦ યોજન ઉંચાઇ વાળી ચૂલિકા છે.
જંબુદ્રીપની માફક આ મેરુના પણ ત્રણ કાંડ છે.
--પ્રથમકાંડ ૧૦૦૦ યોજનનો છે તે જમીન નીચે આવેલો છે
-જમીન ઉ૫૨ ૮૪૦૦૦ યોજન ઉંચાઇ નો બાકીનો મેરુ પર્વત બેકાંડ થી યુકત છે. – જેમાં બીજોકાંડ ૫૬૦૦૦ યોજન ઉંચાઇ વાળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org