________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩
બમણાં પર્વતો વગેરે પુષ્કરાર્ધમાં રહેલા છે.
ટૂંકમાં આ સપ્તમ્યન્ત પદ અહીં આ ધાર અર્થને સૂચવનારું છે. પુર(વર) દ્વીપ-નું સ્વરૂપઃ— જંબૂઢીપ અને ધાતકીખંડ એ બંને દ્વીપ પછી આવેલો આ ત્રીજો દ્વીપ ૧૬ લાખયોજનનો વિસ્તાર ધરાવે છે.
-૧૬ લાખયોજનના સમગ્ર દ્વીપ મધ્યે આઠ લાખ યોજન પછી માનુષોત્તર નામે પર્વત આવેલો છે. તેથી પૂર્વના અડધા દ્વીપને શાસ્ત્રીય પરિભાષામાં પુરાર્ધ કહે છે. -વર્તુળાકારે રહેલો એવો આ આઠ લાખ યોજનનો વિસ્તાર ધરાવે છે. -માનુષોત્તર પર્વત પછીનો પુષ્કરાર્ધ પણ આઠ લાખ યોજનના વિષ્યમ્ભ વાળો છે.
૧૦૩
-આબેમાંના પ્રથમ અર્ધ-પુષ્કર દ્વીપમાં જક્ષેત્રો અને પર્વતો આવેલો છે જે સંખ્યાની દ્દષ્ટિએ જંબુદ્રીપના ક્ષેત્રો તથા પર્વતો કરતા બમણાં છે અને ધાતકી ખંડમાં જેટલા ક્ષેત્ર તથા પર્વતો છે તેટલાજ ક્ષેત્રો તથા પર્વતો આ પુષ્કરાર્ધમાં છે.
ધાતકીખંડની માફક આપુષ્કરાર્ધમાં પણ ઉત્તરે અને દક્ષિણે બે મોટા ઇષુકાર પર્વત આવેલા છે.
ઉત્તર અને દક્ષિણમાં મધ્ય ભાગમાં આવેલા આ બંને પર્વત ને લીધે પુષ્કરાર્ધદ્વીપ બે ભાગમાં વિભાજીત થઇ છે. –(૧) પૂર્વ પુષ્કરાર્ધ (૨) પશ્ચિમ પુષ્કરાર્ધ
– તેમાં ક્ષેત્ર અને પર્વતોની રચના ધાતકી ખંડ સમાન જ હોય છે.એટલે કેજ રીતે જંબુદ્રીપ ના મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. તેજ રીતે પૂર્વ અને પશ્ચિમ બંને પુષ્કરાર્થના મધ્યમાં એક-એક મેરુ પર્વત આપેલો છે.
જંબુદ્રીપની જેમ જ અહીં પૂર્વ તથા પશ્ચિમ બંને પુષ્કરાર્ધમાં સાત-સાત ક્ષેત્રો છે. જંબુદ્રીપની જેમ જ પુષ્કરાર્ધમાં છ કુલગિરિ આવેલા છે. એવાજ છ કુલગિરિ પશ્ચિમ પુષ્કરાર્ધમાં પણ આવેલા છે. આ સમગ્ર પુષ્કરાર્ધમાં
૨- ભરત ક્ષેત્ર, ૨-હેમવંત ક્ષેત્ર,૨-હરિવર્ષ,૨-મહાવિદેહ, ૨-રમ્યક,૨ખૈરણ્યવંત, ૨-ઐરાવત, એરીતે સાતે ક્ષેત્ર બે-બે હોવાથી કુલ ૧૪ મહાક્ષેત્ર આવેલો છે. ૨-લઘુહિમવંત પર્વત ૨-મહાહિમવંતપર્વત, ૨-નીલવંત પર્વત, ૨-રુકિમપર્વત, ૨-શિખરીપર્વત એ રીતે કુલ ૧૨ મહાગિરિ [પર્વત] પુષ્કરાર્ધમાં આવેલા છે.
પુષ્કરાર્ધમાં મેરુપર્વત પણ બે છે. અને વધારામાં બે ઇષુકાર પર્વત છે આ રીતે સંખ્યાની દ્દષ્ટિએ ધાતકી ખંડ તથા પુષ્કરાર્ધમાં ક્ષેત્રો અને પર્વત ની સંખ્યો સમાન છે. પણ બંનેના વિસ્તારમાં સામ્યતા નથી ધાતકી ખંડના વર્ષઘર પર્વત કરતા બમણો વિસ્તાર વાળા પુષ્કરાર્ધના પર્વતો છે. અને ક્ષેત્રોના વિસ્તાર પણ બમણું પ્રમાણ ધરાવે છે. પુષ્કર દ્વીપ નામ કઇ રીતે થયું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org