________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [7] અભિનવટીકા –સૂત્રમાં ગુઝરાર્થે કહયું તેનો અર્થ એટલો જ થાય કે પુરાઈ માં પણ એ પ્રમાણે જ છે--પણ એ પ્રમાણે એટલે શું?
તે સમસ્યાનો ઉત્તર એટલોજ મળે છે કે “ઘાતકીખંડ પ્રમાણે
ઘાતકીખંડ પ્રમાણે એમ કહેવાથી એટલું જરૂર સ્પષ્ટ થાય કે પુષ્કરાર્થના પર્વતોક્ષેત્રો-મેરુ-નદી-કુટવગેરે જબૂદીપના પર્વતાદિબમણી સંખ્યા ધરાવે છે. પણ તેનું કારણ ગણિત અર્થાત્ લંબાઇ-પહોડાઈ વગેરે પ્રશ્નો અનુત્તર જ રહે છે.
આ અનુત્તર પ્રશ્નોનું નિરાકરણ પ્રસ્તુત પ્રબોધટીકામાં છે.
જ પુષ્યા શબ્દ કેમ મુક્યો? સમગ્ર પુષ્કરવરદિપછે. તેમાં બરાબર મધ્યમાં રહેલો વલયાકાર માનુષોત્તર પર્વત આ દ્વીપના બે સરખા ભાગ કરી દે છે તેથી આ દ્વીપ બે ભાગમાં વિભાજીત થઈ જાય છે.
પહેલા દયોજન પ્રમાણ પુષ્કર દ્વીપ પછી માનુષોત્તર પર્વત પછી પાછો ૮લાખ યોજનનો પુષ્કર દ્વીપ.
આ રીતે ૧૪ લાખ યોજનવિષ્કન્મવાળા દ્વીપના આઠ આઠલાખ વિષ્કન્મવાળા બે એકસરખા વલયકાર ભાગો પડી જતા હોવાથી પૂર્વના અર્ધ ભાગનું જ ગ્રહણ કરવા માટે સૂત્ર કારે અહીં પુર–અર્ધ શબ્દનું ગ્રહણ કરેલ છે.
જ ૨- એ સંખ્યાત્મક શબ્દની પૂર્વસૂત્રથી અનુવૃત્તિ લેવા માટે છે, જેથી જબૂદ્વીપના ક્ષેત્ર-પર્વત કરતા બમણાં ક્ષેત્ર પર્વતાદિ લેવો તેવો અર્થ નીકળે છે.
* પુષ્કરદ્વીપ-સ્થાનઃ-સર્વદ્વીપસમુદો મધ્યે સર્વપ્રથમ એવો જબૂદ્વીપ આવેલો છે. જંબૂદ્વીપ પછી તેને ફરતો વીંટાયેલો એવો લવણ સમુદ્ર આવેલો છે.
આ એક દ્વિીપ સમુદ્ર પછી બીજો ધાતકી ખંડ નામે દ્વીપ આવેલો છે. તેની પછી કાલોદધિ નામનો બીજો સમુદ્ર આવેલો છે એ સમુદ્ર પછી ત્રીજો પુષ્કર દ્વીપ આવેલો છે.
–આ પુષ્કર દ્વીપની મધ્યમાં વલયકાર એવો માનુષોત્તર પર્વત આવેલો છે. કાલોદધિ સમુદ્ર અને માનુષોત્તર પર્વતની મધ્યે પુષ્કર-અર્ધએટલેકે અડધો પુષ્કર દ્વિીપ] અહીં ગ્રહણ કરવાનો છે.
* પુષ્કર- અહીં સપ્તયન્ત એવું પદ જોવા મળે છે. તેનો અક્ષરશઃ અર્થ કરવામાં આવે તો “પુષ્કારર્ધમાં” [પણ] એમ થશે.
જેથી પુષ્કરાર્ધમાં એટલું કહીને સૂત્રકાર કંઈક કહેવા માંગે છે તેમ નક્કી થાય આ વાતનું સ્પષ્ટીકરણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ થકી થઈ શકે.
૧. પૂર્વ સૂત્રમાં એમ દ્રિક કહેલું છે. ૨. તેની પૂર્વે જંબુદ્વીપ અને તેમાં રહેલા મેરુ અને ક્ષેત્ર તથા પર્વતનો અધિકાર છે. આ સમગ્રઅનુવૃત્તિને સાંકડીને એમ કહી શકાય કે જમ્બુદ્વીપ કરતાં બમણો – ક્ષેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org