________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સ્થાવરની અલ્પવકતવ્યતા હોવાથી તેને ક્રમ ભેદ કરી પ્રથમ રજૂ કરેલ છે. * સૂત્રમાં પૃથિવી શબ્દ છે જયારે ભાષ્યમાં પૃથિવીયિ શબ્દ કર્યો તો અહીં પૃથિવી સાથે જય શબ્દ કયાંથી ઉડીને આવી ગયો?
ૐ સૂત્રમાં લાઘવતા કરવાને માટે ગ્રહણ કર્યો ન હતો તેના વિના પણ અર્થ સિધ્ધ હતો. ભાષ્યમાં તો વ્યાખ્યા કરવાની હોવાથી આવશ્યકતાનુ સાર કંઇક અધિકનુંજ ઉચ્ચારણ થાય છે માટે અર્થના સ્પષ્ટીકરણ હેતુંથી ભાષ્યમાં જાય શબ્દ પ્રયોગ કર્યો છે.
* સૂત્રમાં પૃથ્વી —અ—વનસ્પતિને સ્થાનશીલ કહ્યા છે તે માટે સિધ્ધસેનીય ટીકામાં ત્રિવિધા વ સ્થાનશીત્ઝા ભવન્તિ નીવા: એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે છતાં ત્યાં વિશેષ ખુલાસા માટે લખે છે કે—તેના સ્થાવરપણાનું નિર્ધારણ સ્થાવરનામકર્મોદયના આધારે સમજવું નહીં સ્થાવરનામકર્મોદયાનુસાર તો તેઉ-વાયુ પણ સ્થાવર જ ગણાશે.
ક્રમનિર્ધારણ:
સ્થૂળ અને ઉત્તર બંને આધારથી પ્રથમ પૃથિવીકાયનું ગ્રહણ કરેલું છે.— [સર્વ ના આધાર ભુત હોવાથી પૃથ્વી નું પ્રથમ ગ્રહણ કર્યું
ત્યાર પછી આધેયત્વ અને લેશ્યા-પ્રત્યેક શરીર અસંખ્યત્વના સામ્યને લીધે [આધેયત્વાલ્હેર યાપ્રત્યે શરીરાસદ્ધ્યેયત્વ સામ્યા ઘ્વ] અકાયનું ગ્રહણ કર્યુ પાણીનો આધાર પૃથ્વી છે. પાણી પૃથ્વી નું આધેય છે વળી પૃથિવી—અપ્પ્નું અનેક રીતે સામ્ય છે માટે બીજે અપ્ કાય ગ્રહણ કર્યું
છેલ્લે અનન્તપણાને લીધે વનસ્પતિકાયનું ગ્રહણ કર્યુ
સમાસ નિર્દેશઃ- સૂત્રમાં સમાસ નિર્દેશ પૃથ્વી —અપ્ર્ અને વનસ્પતિના પરસ્પર સંક્રમણ ને માટે છે અર્થાત્ પૃથ્વી નો જીવ મરીને અપ્ કે અપ્ નો જીવ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે.
ઉપયોગઃ- આગમ શાસ્ત્રનુસાર પ્રત્યેક જીવ ની માફક સ્થાવરકાયમાં પણ સાકાર નિરાકાર બંને ઉપયોગ વર્તતા હોયછે. [પ્રજ્ઞા.સૂત્ર૩૧૨ પુનિયાળ અંતે સરોવઓોવત્તા અબારોવઓોવડા] તત્વાર્થમાં પણ પૂર્વ સૂત્ર ૨:૮/૨:૯ માં જણાવી દીધુ કે [ ૩૫યો Äળમ્, સ દ્વિવિધ ]
* પૃથ્વી ના ભિન્ન નામ અને અર્થઃ- પૃથિવી, પૃથિવીકાય, પૃથિવી કાયિક –પૃથિવી જીવ એવા દિગંબર પરંપરામાં દર્શાવાયેલ ભેદો છે.
—પૃથિવી એતો જીવની એક સંજ્ઞા છે. પૃથિવી એ સ્વાભાવિક પુદ્ગલ પરિણમનરૂપ, કઠિનતા આદિ ગુણોવાળી અને અચેતન છે.
—પૃથિવીકાયિક (જીવ) દ્વારા છોડાયેલા પૃથિવી શરીર અર્થાત્પવિીના અચેતન પુદ્ગલને પૃથિવીકાય કહે છે.
—પૃથિવીકાય નામ કર્મનો ઉદય જે જીવને વર્તતો હોય અને તે જીવ પૃથિવી ને શરીર રૂપે સ્વીકાર કરેલો હોય તેને પૃથિવીકાયિક કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org