________________
૫૫
અધ્યાય: ૨ સૂત્રઃ ૧૩ જીવના ભેદો છે.
# કોઈપણ પ્રકારનું જલ (પાણી)-હીમ-ધુમ્મસ આદિ અષ્કાયિક (જીવ) જાણવા.
જ વનસ્પતિકાયિક- વનસ્પતિ વ ાય: વનસ્પતિશય: સ ચેષાં વિધતે તે वनस्पतिकायिकाः
र वनस्पति कायो येषां ते वनस्पति काया:
# જે જીવ વનસ્પતિકાયિક નામકર્મના ઉદયથી યુકત થઈને વનસ્પતિ ને શરીર રૂપે ગ્રહણ કરે છે તેને વનસ્પતિકાયિક (જીવ) કહેવાય છે.
$ વનસ્પતિ જીવો શાસ્ત્રમાં બે પ્રકારે કહ્યા છે. સાધારણ વનસ્પતિકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક.
અનંત જીવો એક શરીરને ધારણ કરીને રહ્યા હોય તેને સાધારણ વનસ્પતિકાયિક જાણવા જેમકે – કંદો,અંકુરાઓ,કુંપળો,પણગ,નીલકુલ, શેવાળ,ભૂમિફોડા,આર્દકત્રિક, ગાજર,મોથ,વત્થલા,થેગ,પાલખું, સર્વે કુણાફળ,ગુપ્ત નશોવાળા શણ વગેરેના પાંદડા, છેરવા છતાં ઉગે તેવા થોર-કુંવાર–ગુગળ–ગળો વગેરેને જીવવિચાર માં સાધારણ વનસ્પતિજાયિક (જીવ) કહ્યા છે.
પ્રત્યેક વનસ્પતિકાયિકઃ- એક જીવ એકજ શરીરને આશ્રીને રહેલો હોય તેને પ્રત્યેક વનસ્પતિકાયિક જાણવો. જેમકે ફળ, ફુલ, છાલ, લાકડું,મૂળ,પાંદડાં,બીજવગેરેને જીવવિચાર માં પ્રત્યેક વનસ્પતિકાયિક (જીવ) કહ્યા છે.
જ વિશેષ - સર્વપ્રથમ તો આ સૂત્ર મહત્વની વાત એ સાબિત કરે છે કે માટી–પાણી–વનસ્પતિ એ પદાર્થો નિર્જીવન થી આ બધાં આપમેળે ન હાલી-ચાલી શકતા એવા સ્થાવર જીવો છે.
આ ત્રણે પ્રકારના જીવો ને સ્પર્શન નામની ફક્ત એકજ ઇન્દ્રિય હોય છે. એકેન્દ્રિયપણાને આશ્રીને સૂત્ર રર૩ વાÖનાનામોમ્ સૂત્રમાં વિશેષ ચર્ચા થવાની છે માટે અત્રે વિવરણ કરેલ નથી
બીજું–એકેન્દ્રિયપણા તરીકે તો તેઉકાય–વાયુકાયના જીવો પણ રહેલા છે. વળી નામકર્મના ઉદયમુજબતેઓસ્થાવર પણ છે. પરંતુ સૂત્રકારમહર્ષિએ અહીં નીવાનીવામામ એતૃતીય ઉપાંગનો અભિપ્રાય સ્વીકારી ક્રિયાને આધારે ત્રસ અને સ્થાવરનો ભેદકર્યો હોવાથી અહીં પૃથ્વી –અપ-વનસ્પતિ એ ત્રણ નેજ સ્થાવર રૂપે ગણેલા છે. આ જ સ્થાવર પ્રથમ કેમ મુકયા - પૂર્વસૂત્રમાં સંસારિ: સાવર: એમ કહ્યું છે તો ક્રમની દ્રષ્ટિએ પ્રથમ ત્રમાં આવે છતાં અહીં પ્રથમ સ્થાવર જીવોની ચર્ચા કેમ કરી?
સૂત્રકારમહર્ષિએ સ્વરચિત વ્યવસ્થા તોડીને પણ આમકર્યુ તે હેતુપૂર્વકછે.આ સૂત્રપછી તેનોવાયુદ્દીન્દ્રિયાસ: સૂત્ર છે. ત્યાથીન્દ્રયપ્રકરણ શરૂકરેલ છે અને વાચ્છનાનામે...” વનસ્પતિ–તે–વાયુ માત્ર સ્પર્શન ઇન્દ્રિયવાળા છે તેમ અહીં જણાવવું છે.
હવે જો પહેલા “ત્રસ” ને ઓળખાવત પછી “સ્થાવર” ને જણાવત તો શબ્દનું ગુરુતાપણું આવત, તેથી લાઘવતાને માટે અહીં ક્રમભેદ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org