________________
૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
પછી મેટ્: શબ્દ વાપર્યો તે હેતુસર છે.
પ્રથમ દ્વિવિધ: કહી ઉપયોગના મુખ્ય બે ભેદો છે તેમ જણાવે છે. પછી અષ્ટવતુર્ભેવ: કહી મુખ્ય બે ભેદના જ પેટા ભેદ તરીકે આઠભેદ અને ચાર ભેદ એવા પેટા ભેદો છે તેવું સૂત્રમાં સૂચન કરેલ છે.
અહીં ઉપયોગના જે બાર ભેદ કહયા તેમાં ક્ષાયોપમિક ભાવ ના કેટલા અને ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે ?
– કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને બંને ઉપયોગ ક્ષાયિક ભાવના છે. જયારે બાકીના ૪ – જ્ઞાન, ૩–અજ્ઞાન,૩-દર્શન અને દશ ઉપયોગ ક્ષાયોપશમિક ભાવના છે.
ક્ષાયોપશમિક ભાવમાં આત્મવિકાસ પૂર્ણન હોવાથી ત્યાં ભેદો સંભવે તે બરાબર પણ ક્ષાયિક ભાવમાં જયાં આત્મવિકાસ પૂર્ણ થયો છે ત્યાં ઉપયોગના ભેદ કેમ બતાવ્યા છે ?
આત્માના વિકાસની પૂર્ણતામાં પણ ઉપયોગ ના બે ભેદો દર્શાવ્યા છે તેનું કારણ ગ્રાહય વિષયની દ્વિરૂપતા છે. પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે. એથી એને જાણતો ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારે છે. માટેજ ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન કેવળ દર્શન બે ભેદ ઉપયોગ રહે છે.
♦ સાકારોપયોગના જ્ઞાન અને અજ્ઞાનમાં તફાવત શોછે? – મતિ, શ્રુત, અવધિજ્ઞાન કે અજ્ઞાનમાં મહત્વનો તફાવત સમ્યક્ત્વની હાજરી કે ગેરહાજરીનોજ છે. જોતે સમ્યક્ત્વ સહવર્તી હોય તો જ્ઞાન છે. મિથ્યાત્વસહવર્તી હોય તો તે અજ્ઞાન બની જશે.
-
તો પછી મન:પર્યવ અને કેવળ—અજ્ઞાન કેમ કહયાં નથી?
- આ બંને જ્ઞાન સમ્યક્ત્વ થયા વિના ઉત્પન્ન થતા નથી માટે તેમાં અજ્ઞાન સંભવ જ નથી. દર્શનમાં મિથ્યાસહભાવી પણાને લીધે અવર્શન એવો ભેદ કેમ જણાવ્યો નહીં? – કેવળ દર્શનતો સમ્યક્ત્વ પછીજ થાય છે માટે ત્યાં ગદ્દર્શન નો સંભવ નથી. જયારે બાકીના ત્રણ અદર્શન એટલા માટે નથી જણાવતા કે – દર્શન એ માત્ર સામાન્ય બોધ છે તેથી વ્યવહારમાં સમ્યક્ત્વી મિથ્યાત્વી વચ્ચેના દર્શનનો ભેદ બતાવી શકાતો નથી.
-
પ્રથમ સૂત્રમાં દર્શન પછી જ્ઞાન મુકયું જયારે અહીં જ્ઞાન પ્રથમ મુકયું અને દર્શન પછી મુકયું એમ શા માટે ?
· સૂત્રકાર આર્ષ વચન પ્રસિદ્ધ ક્રમને અનુસર્યા છે માટે પ્રથમ જ્ઞાન મુકયું – જેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં કહયું છે કે ’’તિવિષે ખં અંતે । સવઞોળે પળશે ? ોયમા ! તુવિષે પળો તું નહીં સારોવગોળે ય અાશરોવોને ય[વન ૫. ૨૧. સૂ. ૩૬૨]- આ સૂત્રનું અનુસરણ હોવાથી જ્ઞાન પ્રથમ છે. પછી દર્શન છે.
–બહુભેદ અને બહુવકતવ્યતાને કારણે પ્રથમસાકારોપયોગ (જ્ઞાન) પછીનિકારોપયોગ (દર્શન) મુકેલ છે.
- છદ્મસ્થ આત્માઓ પ્રથમ શેયને સામાન્ય સ્વરૂપે જાણે છે. ત્યારબાદ વિશેષ સ્વરૂપે જાણે છે. પરંતુ કેવળી પરમાત્મા જ્ઞેય સ્વરૂપને પ્રથમ વિશેષ રૂપે જાણે છે પછી સામાન્યરૂપે જુએ છે — શકય છે. આ ક્ષાયિક ભાવને આશ્રીને પણ કદાચ પ્રથમ જ્ઞાનોપયોગઅને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org