________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7] અભિનવટીકા -
એક શરીર છોડીને બીજાશરીરને ધારણ કરે ત્યારે સંસારી જીવોને વહી વિગ્રહ વિનાની અને વિપ્રવતી- વિગ્રહવાળી એમ બે પ્રકારે ગતિ હોય છે.
આ વિગ્રહ ગતિ ચાર સમય પહેલાં સુધીની હોય છે. આ મુજબનો સૂત્રનો જે સંકલીત અર્થ કર્યો છે તેને અને તેના પદોનો વિસ્તાર:તિ-તિ શબ્દની વ્યાખ્યા સૂત્ર ૨ થી ચાલે છે છતાં તેની અહીં પુનઃવિચારણા કરીએ –ગતિના અધિકારી દ્રવ્યો બે - જીવ અને પુગલ –અહીં નીવ નો અધિકાર વર્તે છે માટે ફકત જીવની ગતિનો પ્રશ્ન છે. -સૂત્રમાં સંસારિ: પદ મુકયું તેથી સંસારી જીવનું જ ગ્રહણ થાય
-જયારે કોઈપણ એકેન્દ્રિયાદિ જીવ એક શરીર છોડી બીજા શરીર ને ધારણ કરે તે બે પ્રકારની અંતરાલ ગતિને પ્રાપ્ત કરે છે.
(૧) વિપ્ર અર્થાત ઋજુ ગતિ (૨) વિપ્રવતી વક્રગતિ
આ બંને પ્રકારની ગતિ ની વ્યાખ્યા પૂર્વસૂત્રઃ ૨૬ [ વિપ્રદ તૌ.) તથા સૂત્ર-૨૮ [ રવિપ્રી]ના સંદર્ભમાંજ બંને ગતિની વિશેષ વિચરણા કરવાની છે.
છે : સામાન્ય થી “ઘ' અને અર્થમાં વપરાય છે. પરંતુ અહીં કાર અનુવૃત્તિ લેવા માટે મુકાયેલ છે.
સૂત્રમાં વિપ્રવતી સાથે “ર” કાર મુકેલ છે. તેથી ઉપરોકત સૂત્ર માંથી ““ગતિ' અર્થવાળા પદની અનુવૃત્તિ આવે, માટે વિપ્રહ શબ્દની અને અનુવૃત્તિ લીધી છે.
+ च शब्दात् “अविग्रहा” च
જયારે જીવ સમશ્રેણી સ્થાને ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્યોતિ ના નિયમાનુસાર વિપ્રહ અર્થાત ઋજુ કે વળાંક વિનાની ગતિ હોય છે અને તેમાં એક સમય લાગે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જીવને જે નવા સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન જો પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય તો જીવને વિગ્રહ રહિત ગતિ જ હોય છે.
જુગતિકે વિપરી પતિ ને ઈષગતિ પણ કહી છે. કેમકે તે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીર જનિત વેગથી માત્ર સીધીજ હોય છે. તેમાં કોઈપણ જાતના વળાંક વિના જીવ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે.
૪ દિગંબર ગ્રન્થોટીકાનુસાર | શબ્દથી વિપ્રદ એવી ઋજુ ગતિ અને વિક્રવતી એવી વક્ર ગતિબંનેનો સમુચ્ચય થઇ જાય છે.
* વિધવતિ-સંસારી જીવને ઉત્પત્તિ સ્થાન માટે કોઈ નિયમ નથી કયારેક તે ઉપપાત ક્ષેત્ર બિલકુલ સરળ રેખામાં હોય છે. તો કયારેક વક્ર રેખામાં પણ હોય છે. કેમ કે પુનર્જન્મના નવીન સ્થાનનો આધાર પૂર્વે કરેલા કર્મ ઉપર હોય છે. વિવિધ પ્રકારના કર્મોને કારણે સંસારી જીવ ઋજુ અને વક્ર બંને ગતિ અધિકારી હોય છે.
જો મૃત્યુ સ્થાન થી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં ન હોય તો જીવને ગતિ કરવા માટે વળાંક લેવો જ પડે છે. તે વળાંક લઈને જ દિશા-વિદિશા કે આડા અવળાં ઉપપાત ક્ષેત્રમાં પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org