________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩
૧૭ (૨)તીર્થંકરાદિ ઉપદેશ સહિત બાહ્ય નિમિત્તોની અપેક્ષાપૂર્વક કર્મનો ક્ષય કે ઉપશમ થવાથી જે આત્મામાં પ્રગટ થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય.
(૩)પરોપદેશ આદિબાહ્ય નિમિત્તથી જે પરિણામવિશેષથવાથી આત્મામાં પ્રગટ થાય છે તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે.
અધિગમના અભિગમ-આગમ-શ્રવણ-શિલા-ઉપદેશ વગેરે સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે.
જ અધિગમ:- અધિક જ્ઞાન બીજાના નિમિત્ત થકી ઉત્પન્ન થાય છે. તેથી પરનિમિત્ત રૂપ અધિક કહેવાય છે. આવું અધિક જ્ઞાન કે રુચિ તે અધિગમતા.
# અભિગમ:-ગુરુમુખેથી અથવા ગુરુની અભિમુખતાના આલંબન વડે જે જ્ઞાન થાય તે અભિગમ.
છે આગમ -પૂર્વ પુરુષપ્રણિત,પૂર્વાપર વિરોધ શંકા રહિત એવા વ્યવસ્થિત વર્ણ-પદ વાકયના સમૂહના આલોચનથી થતી તત્ત્વ રુચિ તેઆગમ. સંક્ષેપમાં આગમ એટલે શાસ્ત્ર.
૪ શ્રવણ -કાન વડે જે સાંભળવું તેના થકી ઉત્પન્ન થાય તે શ્રવણ.
$ નિમિત્તઃ-પ્રતિમાજી વગેરે જે જે સમ્યગ્દર્શન ઉત્પત્તિ માટે બાહ્ય વસ્તુ છે તે તે સર્વે નિમિત્તો જ ગણવા. તેના થકી ઉત્પન્ન થતું નિમિત્ત સમ્યગ્દર્શન ગણવું.
# શિક્ષાઃ- આપ્ત પ્રણીત ગ્રન્થના પુનઃપુનઃ અભ્યાસ વડે જે થાય તે શિક્ષા સમ્યગ્દર્શન.
$ ઉપદેશઃ- જિનેશ્વર પરમાત્માની જેમ ગુરુ દેવો દ્વારા જે દેશના કથન થાય તે ઉપદેશ.
આ સાત ભેદ અથવા અન્ય કોઈ બાહ્ય નિમિત્ત થકી તત્ત્વાર્થ -જીવાદિ પ્રત્યે જે રુચિ પ્રસરવી તે અધિગમ સમ્યગ્દર્શન સમજવું.
જ જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બને પ્રકારની અભિલાષમાંથી જન્મે, પણ ભૌતિક સાંસારિક લાલસા માટે થતી તત્ત્વ જિજ્ઞાસા સમ્યગ્દર્શન નથી. કેમ કે તેમાં પરિણામે મોક્ષ પ્રાપ્તિ લક્ષ્ય નથી. જયારે આધ્યાત્મિક વિકાસ હેતુથી મોક્ષના લક્ષ્ય પૂર્વક તત્ત્વનિશ્ચયની જે રુચિ થવી તે જ સમ્યગ્દર્શન છે.
જેમાં શેયમાત્રને તાત્ત્વિકરૂપે જાણવાની અને હેય માત્રને છોડી દેવાની તેમજ ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ-તેવા પ્રકારનો આત્મ પરિણામ એ નિશ્ચયસમ્યક્ત છે. જયારે રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા એ વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેમાં આંતરિક કારણો સમાન હોવા છતાં બાહ્ય નિમિત્ત અનપેક્ષા તેનિસર્ગ સમ્યગ્દર્શન. બાહ્ય નિમિત્ત આપેક્ષિકને અધિગમ સમ્યગ્દર્શન.
* અનાદિકાળથી સંસાર પ્રવાહમાં વિવિધ દુઃખોને અનુભવતા આત્મામાં કોઈવાર એવી પરિણામશુધ્ધિ થઈ જાય છે કે જે તે આત્મા માટે અપૂર્વ ક્ષણ બની જાય. આ પરિણામ શુધ્ધિને અપૂર્વકરણ કહે છે.
જીવો બે પ્રકારના છે. ભવ્ય અને અભિવ્ય ભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતાવાળાં અ. ૧/૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org