________________
૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિને ટીકા [3] સૂત્રઃ પૃથક-તત્ નિસાત્ ધિામાત્ વા
1 [4]સૂત્રસાર-તે સિમ્યગ્દર્શન નિસર્ગથી (સ્વભાવિક) અથવા અધિગમથી (બાહ્યનિમિત્ત-ઉપદેશાદિથી) [ઉત્પન્ન થાય છે
[5]શબ્દજ્ઞાનઃતતે, સમ્યગ્દર્શન નિસ-સ્વાભાવિક, આપમેળે ધિરામ-બાહ્ય નિમિત્ત,
વા-વિકલ્પ [6]અનુવૃત્તિઃ- તત્વાશ્રદ્ધાને સમૃર્શન ૧-૨ સૂત્રથી સમૃદ્ધ ની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે.
I [7]અભિનવટીક-સૂત્રમાં સૌપ્રથમ શબ્દમૂલછે. વ્યાકરણ પધ્ધતિ મુજબઅહીં સૂત્રકાર મહર્ષિસૂત્રનીલાઘવતામાટે આ રીતે ઉપરોક્ત સૂત્રોના અનુવૃત્તિ ગ્રહણ કરે છે. તેથી તત્ શબ્દ દ્વારા અનન્તર કહેવાયેલ સૂત્ર ૨ માંથી સગર્શન શબ્દનું ગ્રહણ કરવાનું છે.
જ મૂળસૂત્રમાં પાંચમી વિભકિતવાળા બે પદ મુકેલા છે. એટલે (ઉત્પન્ન થાય છે, તે ક્રિયા અધ્યાહાર સમજવી. સૂત્રમાં વ્યાકરણ નિયમાનુસાર જે પદ નથી હોતા તેને બીજા સૂત્રોથી પણ ગ્રહણ કરાય છે. તેમજ મસ્તિ પતિ પદને વર્તત એવા ક્રિયાપદો તાત્પર્યબળથી શબ્દબોધ કરાવવા માટે અધ્યાહાર કરવામાં આવે છે.
(૧)નિસર્ગ જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂર્વના સંસ્કાર કે આત્માની તથા ભવ્યતાના યોગે સહજપણે આપોઆપ આત્મામાં પ્રગટ થાય તે નિસર્ગજ ગણાય.
(૨)પ્રાણીઓને તીર્થંકરાદિ ઉપદેશ દાન વિના આપમેળે જ કર્મનો ઉપશમ કે ક્ષય થવાથી આત્મામાં જે ઉત્પન્ન થાય તે નિસર્ગ સમ્યગ્દર્શન ગણાય.
જ નિસર્ગશબ્દના સ્વભાવ-પરિણામ અપરોપદેશ એવા સમાનઅર્થવાળાપર્યાયવાચી શબ્દો છે. હવે બાહ્ય નિમિત્ત વિના સ્વભાવથીજ પરિણામ વિશેષથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે. - જ્ઞાનદર્શન રૂપ ઉપયોગવાળો જીવ અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. તે જે કર્મોનો આશ્રવ કરે છે. તે કર્મોનો બંધ-નિકાચના-ઉદય-નિર્જરા વગેરે અપેક્ષાએ જીવ નારકી-તિર્યંચ-દેવ-મનુષ્ય ચાર ગતિમાં ભટકે છે. અને શુભ અશુભ કર્મોને ભોગવે છે. ત્યારે તે જીવ જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ સ્વભાવને કારણે એવા અધ્યવસાયો [મન પરિણામ પ્રાપ્ત કરે છે કે તેના પરિણામ વિશેષથી ક્યારેક અપૂર્વકરણ થકી બાહ્ય નિમિત્ત વિના તે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. તે સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે.
આવા જીવોને અનાદિ મિથ્યાદ્રષ્ટિપણામાં જ એવા પ્રકારની તથા ભવ્યતાના યોગે કર્મો ખપતા ખપતા બાહ્ય નિમિત્ત વિના આત્માના કરણ-બળ-પુરુષાર્થ વિશેષથી આવું નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
(૨)અધિગમ (૧) જે સમ્યગ્દર્શન પરના ઉપદેશ, દેવ-ગુરુ જિનપ્રતિમા, જૈન શાસ્ત્ર આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય તને અધિગમજ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org