________________
૭૪
તત્વાર્થસૂત્ર પ્રધટીકા કાળ એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કહ્યો છે. પણ અનેક જીવની અપેક્ષાએ અંતરકાળ [વિરહ કદી થતે જ નથી.
એક જીવની અપેક્ષાએ અંતર થઈ શકે કેમકે ઉત્પન્ન થયેલું સમક્તિ છૂટી પણ જાય અને ફરી ઉત્પન્ન પણ થાય. પણ કેઈ ને કઈ જીવ તો સમકિતી હવાને જ, માટે સર્વથા વિરહ તે કદી ન થાય.
(૭) ભાવ - દયિક-ક્ષાયિક-ક્ષાપશમિક-ઓપશમિક-પારિમિક એ પાંચ ભામાંથી ક્યા ભાવે વિવક્ષિત તત્વ છે તેની વિચારણા કરવી.
સમ્યગ્દશન આ પાંચ ભામાં ક ભાવ છે? ઔદયિક અને પરિણામિક ભાવોને છોડીને ત્રણે ભાવોમાં સમ્યગ દર્શન હેાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન ઔપશમિક ક્ષાપશમિક ક્ષાયિક ત્રણે ભાવમાં હોય છે.
(૮) અ૫બહુત્વ– તના સ્વામીને આશ્રયીને ન્યૂન અધિકપણાને વિચાર કરવા તે.
સમ્યગ્દશન - વિષયે સૂત્રકાર પ્રશ્ન કરે છે કે ત્રણેય ભાવમાં વર્તતા સમ્યગ્દર્શનમાં ઓછા-વઘતાપણું શું છે?
સર્વથી થોડું પથમિક સમ્યગ્દર્શન, તેથી અસંખ્યગણું ક્ષાયિક સમ્યગ્દર્શન તેથી અસંખ્યગણું ક્ષાપશમિક સમ્યગ્દર્શન.
સમ્યગ્દષ્ટિએ તે અનંત ગુણ છે.
[નોંધઃ- જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગદષ્ટિ એ ભેદ નથી પાડતા ત્યાં ઔપશમિક સમ્યગ્દર્શવાળા જ સર્વથી અલ્પ છે. ક્ષાપશમિક સમ્યગદર્શનવાળા જીવો અસંખ્યાત ગુણ છે. અને તેના કરતા ક્ષાયિક સમ્યગ્દર્શન વાળા જ અનંત ગુણ છે.]
બંને મતનું અર્થઘટન એ છે કે શ્રેણિકાદિ છવસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શન યુક્ત જીને સમાવેશ સમ્યગ્દર્શનમાં કર્યો અને સમ્યદૃષ્ટિમાં સિદ્ધ કેવલી આદિને સમાવેશ કર્યો છે.
જ્યારે બીજા મત મુજબ ક્ષાયિક દર્શન વાળામાં સીધે જ સિદ્ધ ભગવંતાદિને સમાવેશ કર્યો માટે તેને અનંત ગુણ ગણાવ્યા. ત્યાં છઘસ્થ ક્ષાયિક દર્શની અને કેવલી કે સિદ્ધોને જુદા પાડેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org