________________
६२
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા (૪) અધિકરણ - આ સાડી કબાટમાં મુકાય છે અથવા શરીરે પહેરાય છે. (૫) સ્થિતિ – આ સાડી બે–ત્રણ વર્ષ સુધી ટકી રહે છે. (૬) વિધાન (ભેદ) - આ સાડી સફેદ-લાલ-પીળી-કાળી વગેરે રંગની
હોય છે. O જીવાદિ તાને અધિગમ આ છ દ્વારના આધારે:
(૧) જીવ :- છ દ્વારની ચર્ચા
નિદેશ:– પર્યાયાર્થિક નયની દષ્ટિએ જીવ પથમિક વગેરે ભાવથી યુક્ત છે. દ્રવ્યાર્થિક નયથી નામ–સ્થાપનાદિ રૂપ જીવ છે. પ્રમાણ દૃષ્ટિએ જીવને નિર્દેશ નામાદિ તથા ભાવ બંને રૂપે થઈ શકે.
સ્વામિત્વ:- નિશ્ચય દૃષ્ટિએ જીવ પિતાના પર્યાયને સ્વામિ છે. જેમકે અગ્નિનું સ્વામિત્વ ઉષ્ણુતા ઉપર છે અને વ્યવહાર દષ્ટિએ બધા પદાર્થો પર જીવનું સ્વામિત્વ હોઈ શકે છે.
સાધન :- જીવને સ્વ–સ્વરૂપના લાભનું કારણ (સાધન) નિશ્ચય નયથી તે અનાદિ પારિણમિક ભાવ જ છે. વ્યવહારનયથી ઔપશમિકાદિ ભાવ તથા માતા-પિતાના રજ–વીર્યથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
અધિકરણ:- નિશ્ચય નયથી જીવ પિતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે. વ્યવહારનયે કર્માનુસાર પ્રાપ્ત શરીરમાં રહે છે.
સ્થિતિ :- દ્રવ્ય દૃષ્ટિએ જીવની સ્થિતિ અનાદિ અનંત છે. પર્યાયની અપેક્ષાએ તે જે ગતિમાં જે આયુ હોય તે અપેક્ષાએ એક સમયથી માંડી અનેક પ્રકારે સ્થિતિ હોઈ શકે.
વિધાન (ભેદ):- જીવ દ્રવ્ય નારકન્મનુષ્ય વગેરે પર્યાના ભેદથી સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારનું છે.
(૨) અજીવ-છ દ્વારની ચર્ચા
નિદેશ :- દશ પ્રાણથી રહિત-ચેતના લક્ષણવિહિન સજીવનું સ્વરૂપ છે અથવા નામ સ્થાપનાદિ રૂપ પણ અજીવ છે.
સ્વામિત્વ :- અજીવને સ્વામી અજીવ જ છે પણ જોતા હવાના કારણે જીવ પણ અજીવને સ્વામી બને છે.
સાધન :- (અજીવ) પુદ્ગલેના અણુને સાધન “ભેદ છે, સ્કલ્પનું સાધન “ભેટ” અને “સંધાત” છે. જ્યારે ધર્મ–અધમ કાળ અને આકાશમાં સાધન અનુકમે ગતિ–સ્થિતિ–વના અને અવગાહના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org