________________
૫મ
અધ્યાય-૧ સૂત્ર-૬
(૧) ભૂત નેગમ – થઈ ગયેલી વસ્તુને વર્તમાન રૂપે વ્યવહાર કરે. જેમ કે તે જ આ દિવાળીને દિવસ છે કે જે દિવસે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા.
(૨) ભવિષ્યત્ નૈગમ – ભવિષ્યમાં ભૂતની (વર્તમાનની) કલ્પના કરવી. જેમ તે ચેખા ચૂલે મૂક્યા હેય, રંધાયા ન હોય છતાં રંધાઈ ગયા છે તેમ કહેવું. | (૩) વર્તમાન નિગમ - વર્તમાનમાં જે ક્રિયા શરૂ થઈ ન હોય તેને વર્તમાનરૂપે કથન કરવું. જેમકે ચોખા રાંધવા શરૂ ન થયા હોય. માત્ર પાણી જ ગરમ મૂકયું હોય તે પણ ચોખા રાંધું છું તેમ કહેવું. તેને સંકલ્પ નૈગમ પણ કહે છે.
(૨) સંગ્રહનય :- જે સમ્યફ પ્રકારે ગ્રહણ કરાય છે તે સંગ્રહનય. આ નયમાં સામાન્યની માન્યતા છે પણ વિશેષની નથી.
જેમકે આત્મા એક છે. હવે ખરેખર જુઓ તે આત્મા તે બધાં શરીરમાં અલગ અલગ છે. છતાં આતમા જાતિ તરીકે એક છે તેવું કથન કરવું તે સંગ્રહનયને મત છે.
(૩) વ્યવહારનય :- સામાન્ય રૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગ તવાર સમજી શકાય તે માટે તેના ભેદ પાડી પૃથક્કરણ કરી બતાવનાર વિચાર તે વ્યવહારનય.
વ્યવહાર એટલે બહુ ઉપચારવાળો વિસ્તૃત અર્થવાળે એ જે લૌકિક બોધ અર્થાત્ લેક જે ગ્રહે એ જ વ્યવહાર.
સંગ્રહનયથી વ્યવહાર ચાલી શકતો નથી. જેમકે “દ્રવ્ય લાવ” એમ કહેવાથી એ સંશય થાય કે કર્યું દ્રવ્ય? જીવ કે અજીવ, આ સંશય નિવારવા વ્યવહાર નયને સહારે લેવો પડે. - પર્યાયાથિક નયના ચાર ભેદ છે
(૧) રાજુસૂત્રનય - વસ્તુના વર્તમાન પર્યાને જુએ તે જુસ્ ત્રનય.
પદાર્થના વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાય કે અવસ્થાને જ મુખ્ય રૂપે વિષય કરવાવાળો અભિપ્રાય તે ઋજુસૂત્રનય કહે છે જેમકે સેનું એ દ્રવ્ય છે. તેનું કુંડલ બને તે વર્તમાન પર્યાય કુંડલ થયે. તેની બંગડી બને તે વર્તમાન પર્યાય બંગડી થશે. આ નચ ભૂત કે ભાવિ કેઈપણ પર્યાયને સ્વીકારતું નથી. કેવળ વર્તમાન પયયને જ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org