________________
૪૮
તત્વાર્થસૂત્ર પ્રધટીકા. વસ્તુના પરિહારમાં સમર્થ પ્રમાણ છે. તેથી પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જે અજ્ઞાન સ્વરૂપ છે તે પ્રમાણ થઈ શકે નહીં. આવા પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ છે જુઓ અધ્યાય : ૧ સૂત્ર-૧૧-૧૨]
૦ પ્રમાણુના ભેદ :
(૧) પ્રત્યક્ષ પ્રમાણ:- 3# પ્રતિતં નામ ધનતયા ઉત્પન્નઆત્માની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. નેિધ - આ તપુરુષ સમાસ છે. અવ્યયી ભાવ સમાસ નથી]
(૨) પરોક્ષ પ્રમાણ:- ૧ વ્યાપાર નિરપેક્ષ મને ચા પાળ બસાક્ષાત્ અર્થ પછેિ. આમ વ્યાપારની અપેક્ષારહિત અને વ્યાપારથી જ અસાક્ષાત્ અર્થનું બોધક જે જ્ઞાન તે પક્ષ જ્ઞાન.
[જૈન દર્શનાનુસાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના પ્રમાણ સમાન મહત્વના છે]
ક નાસ્તિક–બૌદ્ધ-નૈયાયિક-મીમાંસક–વૈશેષિક આદિ મતાનુસાર પ્રમાણના ભેદમાં પ્રત્યક્ષ અનુમાન-આગમ-ઉપમાન–અર્વાપત્તિ-અભાવસંભવ–ઐતિભ્ય–પ્રતિભ વગેરે પ્રમાણેનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા પ્રમાણે પ્રત્યક્ષ કે પરોક્ષમાં જ સમાવાઈ જાય છે
(૧) પ્રત્યક્ષ પ્રમાણ:- આ પ્રમાણની ચર્ચા અહીં કરેલી જ છે.
(૨) અનુમાન પ્રમાણુ – આગમ પ્રમાણ :- આ બંને પ્રમાણે પક્ષ પ્રમાણુના જ ભેદ છે જે અંગે અહીં ચર્ચા કરી છે.
(૩) ઉપમાન પ્રમાણ:- ઉપમાનમાં સાદશ્ય ભાવ લેવામાં આવે છે. જે ભાવ પ્રત્યભિજ્ઞામાં પણ છે જ અને પ્રત્યભિજ્ઞા ભેદને સમાવેશ પરીક્ષા પ્રમાણમાં થઈ જ જાય છે.
(૪) અર્થોપત્તિ :- આ પ્રમાણાનુસાર એક પ્રકારે અનુમાન બાંધવામાં આવે છે. જેમકે દેવદત્ત સત્રે ખાતે નથી છતાં તે શરીરે તંદુરસ્ત રહે છે. માટે તે રાત્રે ખાતે હોવો જોઈએ. તેને અર્થપત્તિ કહે છે. '. આ એક પ્રકારે અનુમાન છે, તેને સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જાય છે.
(૫) અભાવ પ્રમાણુ – પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુ છે કે નહી" મતલબ સ-અસત્ પણું નક્કી થઈ જાય છે. એકને સ્વીકાર કરતા બીજાને પરિહાર નિશ્ચિત થઈ જાય છે. એટલે “અભાવ પ્રમાણ”ને અલગ દર્શાવવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org