________________
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા - આમ છતાં તેની ઓળખ માટે એવું કહી શકાય કે જે મનુષ્ય દેવને યોગ્ય પર્યાય વાળો જ્યાં સુધી નથી થયે ત્યાં સુધી તેને દ્રવ્ય દેવ કહી શકાય અથવા નારકીનું આયુ બાંધ્યું પણ હજી મનુષ્યાયુ પૂર્ણ થયું નથી ત્યાં સુધી દ્રવ્ય નારકી જીવ કહી શકાય, બીજો વિકલ્પ એવે કરી શકાય કે જીવ શબ્દાર્થ જણવનાર એવા જીવરહિત શરીર શરીરને દ્રવ્ય જીવ જાણો.
(૪)ભાવજીવે - જે ઔપિશમકક્ષાચક–ક્ષાપશમિક-ઔદયિક અને પરિણામિક ૧ભાથી યુક્ત છે, જેનું લક્ષણ, ૧ ઉપયોગી છે. તે જીવ તે ભાવ જીવ.
(1) પાંચ ભાવે પથમિક –કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયને સર્વથા અભાવ હવે તે પ્રકારના અધ્યવસાય તે પશમિઠ ભાવ રાખ છવાયેલા અગ્નિ જેવી સ્થિતિ અહીં હોચ છે.
ક્ષાયિક કર્મના સર્વથાક્ષયથી ઉત્પન્ન થતા ભાવે ક્ષાયિક ભાવ કહેવાય. અહીં આમાની નિર્મળતા પ્રગટે છે.
ક્ષાપશમિક - કર્મોમાંથી કેટલાક ક્ષય પામ્યા હોય અને કેટલાક ઉપશાન્ત થયા હોય ત્યારે ઉપશમ અને ક્ષયના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવ તે ક્ષાપશમિક ભાવ.
ઔદયિક ભાવ :- કર્મને ઉદય થવાથી ઉત્પન્ન થતા ભાવે તે ઔદયિક ભાવો કહેવાય છે.
પારિણુભિક ભાવ – પરિણામ એટલે દ્રવ્યનું પિતાનું સ્વરૂપ. પરિણામથી ઉત્પન્ન થતા ભાવે તે પરિણામિક ભાવો કહેવાય. નોંધ:- આ પાંચે ભાવનું સ્વરૂપ વિસ્તારથી અધ્યાય ૨:
સૂત્ર ૧ માં વર્ણવ્યું છે.] (૨) ૨ઉપયોગઃ સાકાર અને નિરાકાર બે રૂપે છે.
(૧) સાકાર ઉપયોગ - જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપગ.
(૨) નિરાકાર ઉપયોગ - જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપગ.
સાકાર ઉપયોગ તે જ્ઞાન અને નિરાકાર ઉપયોગ તે દર્શન. ભાવ જીવ આવા પારિમિક ભાવ તથા ઉપયોગથી યુક્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org