________________
૩૨
તવાર્થ સૂત્ર પ્રધટીકા
આશ્રવનું કાર્ય બંધ છે માટે આશ્રવ પછી બંધ તત્ત્વ જણાવ્યું તેમાં કાર્ય–કારણ ભાવ સંગતિ છે.
આસવથી પ્રતિકૂળ તે આસવના નાશ અને બંધના અભાવના કારણભૂત હોવાથી બંધ પછી સંવર તાવ મૂકયું. અહીં પ્રતિ વાસુદેવવાસુદેવની માફક પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સંબંધ છે.
સંવર થયા પછી જ મેક્ષેપોગી નિર્જરા તત્ત્વ સમ્યક પ્રકારે ઉત્પન થાય છે. તેથી સંવર પછી નિર્જરા કહી. અહીં પૂર્વાપર ભાવ કે પ્રજય પ્રયોજક ભાવ સંબંધ છે.
નિર્જ થયા પછી છેવટે મેક્ષ જ થવાને. માટે છેલ્લે મોક્ષ તત્વ પ્રર્યું. માટે ત્યાં કાર્ય કારણુભાવ સંબંધ થયે.
| સૂત્રસારાંશ -આ શાસ્ત્ર મેક્ષમાર્ગને મુખ્ય ઉપદેશ આપતું હોવાથી સર્વ પ્રથમ તે મેક્ષ તત્વનું શ્રદ્ધાન જ મોક્ષાથી જીવે કરવું જોઈએ. મેક્ષ તત્વની સાથે સાથે બંધ તત્વનું શ્રદ્ધાન પણ આવશ્યક જ છે. અન્યથા વર્તમાનમાં કર્મોથી બંધાયેલો તે મેક્ષાથી મોક્ષની અભિલાષા કઈ રીતે કરશે ? જે તે પિતાને કર્મોથી બંધાયેલ માનશે તે મોક્ષને પુરુષાર્થ કરશે.
જે મેક્ષ અને બંધનું શ્રદ્ધાન કરશે તે બંધના કારણભૂત આસ્રવતત્વનું પણ શ્રદ્ધાન કરવું પડશે. કેમકે કારણરૂપ આસવતત્વને માન્યા વિના બંધને ક્ષય કઈ રીતે થવાને? આસ્રવતત્વ નહીં માને તે બંધ તત્વ નિત્ય થઈ જશે બંધ નિત્ય થતા મોક્ષ થવાને જ નહીં. જે બંધનું કેઈ કારણ જ ન માને તે બંધને અસદભાવ થશે. માટે બંધના હેતુ આમ્રવનું પણ શ્રદ્ધાન કરવું જોઈએ. - જે બંધ અને આસ્રવ સ્વીકાર્યા આસવને રોકવા રૂપ સંવર અને બંધના એક દેશ ક્ષય રૂપ નિર્જરા એવા મોક્ષના કારણેને પણ સ્વીકાર કરે પડશે. તેથી સંવર અને નિર્જરા તત્ત્વનું પણ શ્રદ્ધાન કરવું પડશે.
જ્યારે બધાં જ કર્મોની નિર્જરા થશે ત્યારે જે મોક્ષ થવાને તે જીવ-અજીવ બંનેને થવાને જીવને પુદ્દગલથી છુટકારો મળશે તેમ પુદગલ પણ તે જીવથી વિશ્લિષ્ટ બનશે. કેમકે જે કર્મ પુદગલોને સંગ જ ન હોય તે જીવ સ્વતઃ મુક્ત જ છે. જે કર્મ અને આત્માને સંયોગ છે તે બંનેને એકક્ષકથી વિગ પણ થવાને માટે જીવ–અજીવનું પણ શ્રદ્ધાન કરવું જોઈશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org