________________
અધ્યાય-૧ સૂત્ર-૩૦
આ કેવળજ્ઞાનની વિશેષ ઓળખ આપતા શ્રી ભાગ્યકારે લખ્યું
કેવળ-પરિપૂર્ણ-સમગ્ર–અસાધારણું-નિરપેક્ષ– વિશુદ્ધ– સવભાવ જણાવનાર-લોક અને અલોકમય વિષયવાળુંઅનંત પર્યાવાળું છે.........એમ સમજવું.
(૧) કેવળ –અર્થાત્ એકલું કેવળજ્ઞાન વખતે બીજા જ્ઞાન ન હોય.
(૨) પરિપૂર્ણ - જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એકીસાથે સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. થોડું થોડું વધતું વધતું ઉત્પન્ન થતું નથી.
(૩) સમગ્ર - તે સર્વ સેને જાણે છે.
(૪) અસાધારણ –આવું જ્ઞાન જગત્માં બીજું એકે નથી અર્થાત આ જ્ઞાન અદ્વિતીય છે.
(૫) નિરપેક્ષ – સ્વયં પ્રકાશી હોવાથી તેને જરા પણ બીજી મદદની અપેક્ષા રહેતી નથી.
(૬) વિશુદ્ધ તેને એક પણ કમપરમાણુ જ્ઞાનાવરણયાદિ કર્મો આવરી શકતા નથી કેમકે તમામ [ઘાતી કર્મોનો ક્ષય પછી જ તે ઉત્પન્ન થાય છે. અને પછી કદી નાશ ન પામતું
(૭) સર્વભાવજ્ઞાપક–જગત્ની સર્વ સ્થલ અને સૂક્ષમતમ હકીકત જણાવવાનું સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનમાં છે. કેમકે તે રૂપી–અરૂપી અથવા મૂર્ત—અમૃત એવા તમામે તમામ દ્રવ્યોને તેમજ તેના ઉત્પાદ વ્યયશ્રીવ્ય રૂપ સઘળા પર્યાને જાણે છે.
(૮) લેફાલેક વિષય -કેવળજ્ઞાની જે સઘળાં દ્રવ્યો અને પર્યાને જાણે છે તેમાં માત્ર લોકને જ જાણે છે તેમ નથી. લેક ઉપરાંત અલકમાં પણ આ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે લેક અને અલક બંને તેની વિષય મર્યાદામાં છે.
(૯) અનંત પર્યાય - કેવળજ્ઞાની જેમ જીવ–ધર્મ–અધર્મ– આકાશ-પુદ્ગલ એ પાંચ દ્રવ્યને જાણે છે તેમ તેના અનંતા પર્યાને પણ જાણે છે. એટલે જ પૂર્વની ત્રણ પર્યાપુની અનુવૃત્તિ ન લેતા અહી “સર્વ પર્યાપુ” એમ સૂત્રકારે કહ્યું છે. - આ રીતે કેવળજ્ઞાનના પર્યાય શબ્દોની સાર્થકતા જણાવી [કેવળજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ અધ્યાય ૧૦ સૂત્ર: ૧માં જેવું]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org