SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તત્વાર્થસૂત્ર પ્રખેાધટીકા આમ દ્વાદશાંગીના અભ્યાસી એવા ચૌદ પૂર્વધરસ દ્રવ્યના અનંતમાં ભાગના જ પર્યાયેા જાણી શકે છે. પણ જે ભાવા કે પર્યા દ્વાદશાંગીમાં ગુ'થાયા નથી તથા જે ભાવા માટે શબ્દો નથી. તે અનત ભાવાને જાણી શકતા નથી. આથી મતિ શ્રુતના વિષય સર્વાં દ્રવ્યા છે પણ સં પર્યાયેા નથી. 7 પ્રશ્ન :- મતિજ્ઞાન ઇંદ્રિયા વડે ઉત્પન્ન થાય છે. ઇંદ્રિયા તે માત્ર રૂપી દ્રવ્યેાને જ ગ્રહણ કરે છે. તે મતિજ્ઞાનના વિષય સ દ્રવ્ય કઈ રીતે હોઈ શકે? મતિજ્ઞાન દ્રિયાની માફ્ક મન વડે પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વ–અનુભૂત વિષય ઉપરાંત શ્રુત દ્વારા જાણેલા વિષયાનુ અર્થાત્ બધાં રૂપી-અરૂપી દ્રવ્યાનુ ચિંતન કરે છે. આથી મનાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યાને મતિજ્ઞાનના ગ્રાહ્ય માનવામાં કાંઇ વિરાધ નથી. 101 [] પ્રશ્ન :- સૂત્રકારના જણાવ્યાનુસાર મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યા જાણી શકાય છે, તે પછી મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયમાં કઈ ન્યૂનાધિક્તા છે જ નહીં તેમ માનવુ પડશેને ? -૦- દ્રવ્ય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયામાં ન્યૂનાધિક્તા નથી. પણ પર્યાય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ બંનેના વિષયામાં અવશ્ય ન્યૂનાધિક્તા છે. અને જ્ઞાન દ્રવ્યાના પરિમિત પર્યાયાને જ જાણી શકે છે એટલી સમાનતા જરૂર છે. પણ મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હૈાવાથી વર્તમાન પર્યાયાને જ ગ્રહણ કરી શકે છે. પણ શ્રુતજ્ઞાન ત્રિકાળ ગ્રાહી હેાવાથી ત્રણે કાળના પર્યાયાને ગ્રહણ કરી શકે છે. 101 [] પ્રશ્ન :– અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાનના વિષય વ્યાપ જણાવવા અલગ સૂત્ર રચ્યું તે મતિ-શ્રુત માટે એક જ સૂત્ર કેમ ? શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે તેવુ' પૂર્વે સૂત્રમાં કહ્યુ છે. તેથી જેટલાનુ' શ્રુત થયુ' તેટલાનુ` મતિજ્ઞાન હોવાનું જ એટલા માટે બંનેના વિષય જાણવાની શક્તિની સમાનતા દર્શાવવા એક જ સૂત્રમાં અને જ્ઞાનના વિષય દર્શાવેલ હૈાય તેમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy