________________
અધ્યાય-૧ સૂત્ર–૧
૧૧
| ભાવ સાધન(૧) દશન– દષ્ટિપાનમ તત્વ શ્રદ્ધા એ જ દર્શન. (૨) જ્ઞાનઃ– જ્ઞાતિ જ્ઞને જાણવું તે જ્ઞાન. (૩) ચારિત્ર- વારિત્રમ્ આચરણ તે જ ચારિત્ર.
ભાવ સાધનની સ્વીકૃતિ વડે તાત્પર્ય એ થશે કે આ ત્રણે ક્રિયા જ મેક્ષ માર્ગ છે. T સાધન-સાધ્ય સંબંધ T પ્રશ્ન-આત્મિક ગુણોનો વિકાસ એ જ મક્ષ કહ્યો છે. વળી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્માત્રિ એ ત્રણ સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ છે. તે પછી મોક્ષ અને તેના સાધનમાં તફાવત છે રહે છે? અહીં સાધ્ય સાધનભાવ કઈ રીતે સમજ?
| સમાધાન- સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે તેથી મેક્ષ કે મેક્ષના સાધનમાં કોઈ તફાવત જણાશે નહીં. પણ અહીં જુદી રીતે વિવક્ષા કરશો તે સાધ્ય સાધનભાવ સ્પષ્ટ થશે.
જે સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ વિચારશો તો મેક્ષ અને દેશનાદિ રત્નત્રયન સાધ્યસાધન ભાવ રહેશે નહીં. કારણ કે તેઓએ સાધ્ય સિદ્ધ કરી લીધું છે. પરંતુ સાધક અવસ્થામાં આ ભેદ સ્પષ્ટ થઈ શકશે.
સાધક આત્માને માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે પદની આરાધના જ પૂર્ણ રત્નત્રયરૂપ મોક્ષ આપશે. અર્થાત્ જ્યાં સુધી દર્શનાદિ આરાધના થકી આત્માના ગુણને કમિક વિકાસ કરવાનું છે ત્યાં સુધી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સાધનરૂપ છે. જ્યારે પૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે તે જ ગુણ સાધ્ય સ્વરૂપ પૂર્ણ કરે છે.
જેમ એક મીણબતી છે. તે સળગતી જ હોય તે મીણબતી વડે આપણી મીણબતી સળગાવીએ ત્યારે પહેલી મીણબતી સાધન થયું અને આપણી મીણબતી સાદય થયું. તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે સાધન રૂપ છે. અને આ જ સાધનો વડે સાધ્ય એવા નિજ-ગુણ. પ્રગટાવવાના છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org