________________
૧૮૨
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા વિપુલમતિ તે જ ક્ષેત્રને અઢી અંગુલ વધારે જુએ–જાણે. તેમજ વિશુદ્ધતર–વિપુલતર-નિર્મળતર–તિમિર રહિત જાણે અને જુએ.
(૩) કાળથી :-ઋજુમતિ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પાપમના અસંખ્યાતમા ભાગ–અતીત અનાગત કાળ જાણે અને જુએ. - વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુદ્ધતર, અને નિર્મળ જાણે અને જુએ.
(૪) ભાવથી-ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે–સર્વ ભાવને. અનંતમે ભાગ જાણે–દેખે.
વિપુલમતિ તે જ ભાવ અધિસ્તર વિશુદ્ધ અને નિર્મલ જાણે તથા જુએ.
[નોંધ:- શ્રી નંદિસૂત્ર સૂત્ર ર૭-ર૮-રલ્માં મન પર્યાયનું સુંદર વર્ણન છે.]
[8] સંદર્ભ
આગમ સંદર્ભ (१) मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेत्र विउल- મતિ વ સ્થાનાંગસૂત્ર સ્થાન-૨ ઉદેશે ૧ સૂત્ર ૭૧/૧૬ (૨) ૨ દુવિર્લ્ડ કપત્ર, તં સહૃા ૩ કુમ ૪ વરદમ
નંદિસૂત્ર સૂત્ર : ૧૮ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ 1
[9] પદ્ય આ બંને પો–સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુક્ત પડ્યો છે. (૧) ઋજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા
વિપુલમતિમાં શુદ્ધિ વધતી જાય નહીં પાછુ કદા શુદ્ધિ ઓછી ઋજુમતિમાં આવી ચાલ્યું જાય એ
એમ બે વિશેષ ભેદ છે જ્ઞાન ચોથું જાણીએ. (૨) ઋજુ વિપુલ બે ભેદ, મનઃ પર્યાય જ્ઞાનના
વિશેષ સ્થિતિ શુદ્ધિમાં વિપુલ મખરે રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org