________________
અયાય—૨ સૂત્ર~૨૪
૧૭૯
વણાના પુદ્દગલાને આપે છે. તે આકષેલા પુદ્ગલાને વિચારી શકાય તેવા મનપણે પરમાવે છે. પરિણામાવીને તેનું મન બનાવે છે અને તે મનથી વિચાર કરે છે.
વિચાય બાદ તુરંત તે મનના પુદ્દગલાને છેડી દે છે. આ રીતે મનેવગણાના પુદ્દગલાનું ગ્રહણ-પરિણમન–અવલ’ખન—અને વિસર્જન ચાર ક્રિયા થાય છે, તે ક્રિયા સમયે જેવા વિચાર હોય તેવી આકૃતિ તે પુદ્ગલાની ગાઠવાય છે. જેને મનના પર્યાય રહે છે. ] મન: પર્યાયજ્ઞાનનું નિમિત્ત :-આખી પ્રક્રિયા જાણવાથી કદાચ એમ થાય કે મનઃ પર્યાય જ્ઞાનમાં નિમિત્તભૂત મન હશે.–પણ તેમ નથી.
મનના પર્યાય મન વડે પરિણમે છે તે વાત સત્ય છે. પરંતુ મન:પર્યાય જ્ઞાન થવામાં એટલે ઉત્પત્તિમાં કારણ ભૂત મન નથી તે જ્ઞાનની ઉત્પત્તિ તેા આત્માની શુદ્ધિથી જ થાય છે. આ જ્ઞાન સ્વ-૫૨ અનેના મનના પર્યાયેા જાણવામાં મદદગાર છે. પણ તે આત્મ પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી, માટે મન એ મન:પર્યાય જ્ઞાનની ઉત્પત્તિનુ’ કારણ નથી. મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયેાપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે.
[] મનઃ પર્યાય જ્ઞાન - મનના પર્યાયાને સાક્ષાત્ જાણુવાવાળું જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન.
[] જે જ્ઞાન વડે મનુષ્ય લેાકવતી મન:પર્યાપ્તિ વાળા પ‘ચેન્દ્રિય પ્રાણીઓના મનના પર્યાયેા જણાય છે. તે જ્ઞાન મન: પર્યાય જ્ઞાન.
[] ખીજાના મનોગત વિચારાને પ્રત્યક્ષ જાણે તે મનઃ પર્યાય જ્ઞાન. [] મનઃ પર્યાય જ્ઞાની મનના પર્યાયાને કઈ રીતે જાણે ?
જેમ કેાઈ કુશળ માણસ કાઈ ના ચહેરા અથવા હાવભાવ જોઈને તેના ઉપરથી એ વ્યક્તિના મનેાગત ભાવા અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી નક્કી કરી લે છે.
હાશીયાર વૈદ્ય માનવીની મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રાગને અનુમાન વર્ડ જાણી લે છે—તે રીતે—
મન; પવ જ્ઞાની મહાત્મા પેાતાના જ્ઞાન વડે મનના પર્યાયે કે વિચારાને પ્રત્યક્ષ જુએ છે. તે મનેાવાના પુદ્દગલાના જુદા જુદા આકારા પરથી અનુમાન કરી લે છે કેઆ અમુક વસ્તુના વિચાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org